અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.26: નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
જિલ્લા સંકલન બેઠકમાં નવસારીના ધારાસભ્યશ્રીએ રસ્તા, એસ.ટી. વિભાગ તેમજ અન્ય પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમાં મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે અરજદારોના પ્રશ્નોના અધિકારીઓએ પોતાની જવાબદારી સમજી હકારાત્મક રીતે નિકાલ કરવા જણાવ્યું હુતું. તેમજ સરકારશ્રીની તમામ યોજનાના લાભાર્થીઓને સમયસર લાભ મળે તે માટે સબંધિત અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી. જનપ્રતિનિધિઓના ફરિયાદોના ઝડપી નિકાલ માટે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન પડતર અરજીઓના નિકાલ, તુમાર સેન્સસ, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, સરકારી લ્હેણાંની વસુલાત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.