Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

લાર્ક, માળી, ફાયરમેન, મુકાદ્દમ જેવી નોકરી માટે 50 ટકા ઉપરાંત ગ્રેજ્‍યુએટએ અરજી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: સરકારી નોકરી મેળવવાની લાલસા ગણો કે પડાપડી એવું અક્ષરશ સાબિત થયું છે. વાપી નગરપાલિકાને વિવિધ 23 જગ્‍યાઓ માટે 2300 ઉપરાંત અરજીઓ તો બીજી તરફ વલસાડ પાલિકાની પ્રારંભ થનાર સિટી બસના કન્‍ડક્‍ટર માટે 1000 જેટલી અરજી નોકરી વાંચ્‍છુઓ કરી ચૂક્‍યા છે.
વાપી પાલિકા માટે વિવિધ 23 બેઠકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાવવાની છે. જેમાં કલાર્ક, ફાયરમેન, મુકાદ્દમ, મેલેરીયા વર્કર, વાયરમેન, માળી, ફાયર ઓફિસર તથા સમાજ સંગઠક જેવી જગ્‍યાઓ માટે 14 ઓગસ્‍ટ સુધી અરજી કરવાની હોવાથી તે પહેલા જ 2300 જેટલી અરજી પાલિકા દફતરે જણા થઈ ગઈ છે. બે-ત્રણ દિવસમાં વધુ અરજી થશે તે નક્કી છે. તેવી સ્‍થિતિ વલસાડ નગરપાલિકા દ્વારા ચાલું કરવામાં આવનાર સિટી બસ સર્વિસમાં 15 કન્‍ડક્‍ટરની ભરતી કરવાની છે તે માટે 1000ઉપરાંત અરજી આવી ગઈ છે. હજુ વધુ અરજી આવે તેવી શક્‍યતા છે. સરકારી નોકરીની લાલસા ગણો કે બેકારીની ચરમસીમા ગણો. બન્ને પાલિકાની ખાલી પોસ્‍ટ માટેની સ્‍થિતિની આ સાચી તાસીર છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah

Leave a Comment