Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

સ્‍થિતિ એટલી ખરાબ છે કે ડેપોમાં અવર જવર કરવી કેવી રીતે?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી બલીઠા એસ.ટી. ડેપોમાં આજે સવારે બે બસ કાદવમાં ફસાઈ ગઈ હતી. ઊંઝા-વાપી સ્‍લિપર કોચ અને નાસિક જતી અન્‍ય એક બસ ડેપોમાં થયેલા ભયંકર કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી. મુસાફરો અને સ્‍ટાફે મહામુસીબતે બન્ને બસો બહાર કાઢી હતી.


વાપીના કામચલાઉ બલીઠા ડેપોની ચોમાસામાં હાલત બદ્દથી બદ્દતર થઈ ગઈ છે. આખા ડેપોમાં મોટા મોટા ખાડા અને કાદવ કીચડ થઈ ચૂક્‍યો છે. પરિણામે મુસાફરો અને ડ્રાઈવર-કન્‍ડક્‍ટરોની હાલત ખુબ ખરાબ થઈ રહી છે. ડેપોની હાલાકી વિશે એસ.ટી. નિગમના ઉચ્‍ચ અધિકારીઓને વારંવાર વાકેફ કરાયા છે. પત્રો દ્વારા પણ રજૂઆત કરાઈ છે પરંતુ બાંધકામ વિભાગના અધિકારીના પેટનું પાણી હાલતું નથી. મુસાફરો અને સ્‍ટાફની રોજીંદી દયનીય સ્‍થિતિને નજર અંદાજ કરી બેસી રહ્યા છે. વાપી ડેપોના મેનેજર જયદીપભાઈએ વારંવાર લેખિત, મૌખિક રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં એસ.ટી (નિગમ)ના ઉચ્‍ચ અધિકારીઓ વાપી ડેપોની આ કારમી સમસ્‍યાની સહેજ પણ નોંધ લેતા નથી. આવા સાહેબોને ડેપોમાં પગપાળા ચલાવવા જોઈએ, તોસ્‍થિતિનો તાગ એમને ખબર પડે તેવું મુસાફર જનતા જણાવી રહી છે. ક્‍યારેક તો કલાકો બસ ફસાયેલી રહે તેને ક્રેઈનથી બહાર કાઢવી પડે છે. મુસાફરો સેંકડો વાર ડેપોમાં અટવાતા રહ્યા છે.

Related posts

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

Leave a Comment