(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપની લિમિટેડ (VGEL)ની મુલાકાત લીધી હતી.
વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપની લિમિટેડ જીઆઇડીસીની વિવિધ કંપનીઓના ડ્રેનેજ મારફતે મળતા પાણીનું પાણી શુદ્ધિકરણના નોર્મ્સ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શુદ્ધિકરણ કરે છે. મંત્રીશ્રીએ પાણી શુદ્ધિકરણના યુનિટની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણની પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ સતિષભાઈ પટેલ, અને વાપી નોટિફાઇડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મનોજભાઈ પટેલ, મુક્તિધામના ટ્રસ્ટી એલ. એન. ગર્ગ, યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને યુનિટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
