(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૧૩ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા આજે તિરîગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા કલેક્ટર કચેરીથી પ્રારંભ કરી આખા શહેરમાં ફરી પરત કલેક્ટર કચેરીઍ પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં દાનહ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી.બી.પાટીલ સહિત દેશના શિક્ષકો-શિક્ષિકાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાડાયા હતા.