October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે શિક્ષક દિન નિમિત્તે મેરીલ એકેડમીના તક્ષશીલા ઓડિટોરીયમમાં આલકેમી ટ્‍વીન સીટી ડો.ચિંતન પટેલ મનોવિકાસ બાલભવન સવિશાંક ફાઉન્‍ડેશન દ્વારા મેગા સ્‍ટુડન્‍ટ ટીચર એવોર્ડ 2.0 યોજાયો


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી મેરિલ એકેડેમી તક્ષશીલા ઓડિટોરિયમમાં મેગા સ્‍ટુડન્‍ટ ટીચર એવોર્ડ 2.0 ઈવેન્‍ટ યોજાયો હતો. ‘શિક્ષક દિન’ના ઉપલક્ષમાં યોજાયેલા એવોર્ડ ફંકશનમાં જિલ્લાની વિવિધ શાળા કોલેજમાંથી પસંદગી પામેલા પ્રતિભાશાળી વક્‍તાઓને એવોર્ડ આપી સન્‍માનિત કર્યા હતા.
ઈવેન્‍ટમાં જિલ્લાની વિવિધ સ્‍કૂલો કોલેજોમાંથી અને વલસાડ જિલ્લાના સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓમાં રહેલી વક્‍તા તરીકેની પ્રતિભાને બિરદાવવા વક્‍તાઓ વચ્‍ચે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન વાપી મેરિલ તક્ષશિલામાં કરવામાં આવ્‍યું હતું.
આ સ્‍પર્ધાના આયોજન પાછળ ડો.ચિંતન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગેડો.ચિંતન પટેલે (ટ્‍વીનસિટિ) જણાવ્‍યું કે, આજના ઈન્‍ટરનેટ-મોબાઈલ યુગમાં બાળકો ફેમસ થવા માટે રીલ બનાવતા હોય છે. જે ક્ષણિક પ્રસિધ્‍ધિ હોય છે. આજ યુવાધનને-સ્‍ટુડન્‍ટસને ક્રિએટીવ-વે માં વિવિધ ફ્રી સબજેક્‍ટ ઉપર વક્‍તવ્‍ય સ્‍પર્ધા એટલે ઓરિટરી કોમ્‍પીટીશન યોજવામાં આવે તો સ્‍ટુડન્‍ટસ ક્રિએટીવ દિશામાં આગળ વધે. સ્‍ટુડન્‍ટસની ક્રિએટીવિટી કમ્‍યુનિકેશન પાવર વધે. ટુંકમાં યુવા ધનને દિશા મળે. આવા ઉમદા હેતુ સાથે અને રાધા-કૃષ્‍ણની યાદમાં ટીચર્સ ડે નિમિત્તે આ મેગા સ્‍ટુડન્‍ટ ટીચર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા લેવલે ઈન્‍ટર સ્‍કૂલ સ્‍પર્ધા પછીથી 17 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંથી 17 સ્‍ટુડન્‍ટસને ઓરેટરી-વક્‍તૃત્‍વ સ્‍પર્ધા માટે સ્‍ટેજ આપવામાં આવ્‍યું. વિવિધ વિષયો જેમ કે વુમન એમ્‍પારમેન્‍ટ, ઈન્‍ડીયન કલ્‍ચર, મોટિવેશનલ, પ્‍લાન્‍ટેસટીસ્‍યુ, બિઝનેસ ફન્‍ડા જેવા વિવિધ સબજેક્‍ટ ઉપર 17 સ્‍ટુડન્‍ટસે પોતાનું વક્‍તવ્‍ય, પ્રેઝન્‍ટેસન દ્વારા કર્યું હતું.
ખુબ જ સારા થીમ સાથે કોન્‍ફીડન્‍સથી, વોઈઝ વેરિએસન સાથે તમામ સ્‍ટુડન્‍ટસે ખુબ સુંદર વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. ડીઈઓ ડો.રાજશ્રી ટંડેલ, ડો.મોહનદેવ, ભારતી સુમરિયા હાજર રહ્યા. મહેમાનો તથા જજની પેનલે દીપપ્રાગટયુકર્યું.
મેગા સ્‍ટુડન્‍ટસ ટીચર્સ એવોર્ડ સમારંભમાં 50 શાળા અને 10 કોલેજોમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓમાંથી 17 બેસ્‍ટ વક્‍તાઓની પસંદગી કરવામાં આવી. વલસાડ જિલ્લા, દમણ, સેલવાસના વિદ્યાર્થીઓની આ વક્‍તવ્‍ય સ્‍પર્ધા અંગે ડો.ચિંતન પટેલે જણાવ્‍યું હતું. ગ્રાન્‍ડ ફિનાલેમાં જજની પેનલમાં વાપીના જાણીતા મા ફાઉન્‍ડેશનના અમિત મહેતા, ડો.આશિષ આરેકર, વાપીના પ્રખ્‍યાત આયુર્વેદિક ડોક્‍ટર કોલમીસ્‍ટ ડો.મીનાક્ષી શેઠ, પુજાબેન અરોરા, કમલેશ લાડ, ડો.વંદના દેવ, ભાઈ પૂનમ ચૌહાણે સેવા આપી હતી. શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ, જીતુભાઈ ચૌધરીએ આ એવોર્ડ ફંકશનની ખુબ સરાહના કરી હતી.
વાપીના જાણીતા ડો.આયુર્વેદિક ડોક્‍ટરે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે, ડો.ચિંતન પટેલ તમે સમાજ સેવા કરનાર અસલી જાદુગર, ઝવેરી છે. મારા ભારત દેશનું ફયુચર ખુબ ઉજળું છે. આજે મને વિવિધ વક્‍તાઓમાં રાજનેતા, બિઝનેસ વુમન, કલાકાર, સમાજ સેવિકા મળી ગયા છે. વિદ્યાર્થીઓને તૈયાર કરનાર તમામ શિક્ષક-શિક્ષિકાઓને બાગબાન કરવા. ઓરેટરી કોમ્‍પિટીશનમાં 17 વિદ્યાર્થીઓમાં 16 વિદ્યાર્થીઓ અને એકમાત્ર વિદ્યાર્થી હતો. ગલ્‍સ પાવરની સરાહના કરતાં જણાવ્‍યું કે, કુડિયો કા હૈ જમાના.
ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, અમિષભાઈ, ભારતીબેન સુમરીયા, લાવણ્‍યા પટેલે પણ સ્‍ટુડન્‍ટસનો આપ્રયાસની સરાહના કરી. બોપરા નાપાણીએ આ એવોર્ડ ફિનાલેનું ખુબ સુંદર રીતે ટુ-ધી પોઈન્‍ટ એન્‍કરીંગ કર્યું. ઓડિયન્‍સને તેમના અવાજ દ્વારા જકડી રાખ્‍યું.
ઉપસ્‍થિત તમામ મહેમાનો, જજની પેનેલ ડો.ચિંતન પટેલ, ક્રિષ્‍ના ચિંતન પટેલ, ટીચર્સ-સ્‍ટુડન્‍ટ્‍સની મહેનત અને આયોજનની ખુબ સરાહના કરી હતી. ડો.ચિંતન પટેલની નિઃસ્‍વાર્થ સમાજ સેવા અને ટીવી મીડિયા લેવલના એવોર્ડ ફેકસનની ખુબ જ સરાહના કરી હતી.
અંતે મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્‍ટના બાળકો દ્વારા સાઈન લેગ્‍વેજમાં રાષ્‍ટ્રગીત સાથે સમાપ્તિ કરી હતી.

Related posts

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

Leave a Comment