October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલે લોકસભાની દમણ-દીવ અને દાનહ બંને બેઠકો ઉપર વિજય મેળવવા આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી 2024ની લોકસભા તૈયારી અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.
ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ 2024ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપી ચૂંટણી જીતવાની ચાવી પણ સમજાવી હતી.
પ્રારંભમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રદેશમાં થઈ રહેલા સંગઠનના કામોની વિસ્‍તૃત જાણકારી આપી હતી અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવની બંને બેઠકો જીતવાનો ભરોસો આપ્‍યો હતો.
આ પ્રસંગે રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, રાષ્‍ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

સેલવાસ પોલીસે બેંકમાંથી ઓનલાઈન લોન અપાવવાના નામે છેતરપીંડી કરનાર એક આરોપીની કરેલી ધરપકડ : 23મી ડિસેમ્‍બર સુધી પોલીસ કસ્‍ટડી

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment