વહાણના સંચાલન અને જાળવણી કરાર અંગે થયેલી ચર્ચા-વિચારણા : પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું શાલ ઓઢાડી કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના અધિકારીઓએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત લીધી હતી.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી એચ.એમ. જોશીએ આજે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ)ના અધિકારીઓ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન શ્રીમતી જોશીએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે વહાણના સંચાલન અને જાળવણી કરાર અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સંઘપ્રદેશ લક્ષદ્વીપ પ્રશાસનના જહાજોના સંચાલન અને જાળવણી કરાર અંતિમ તબક્કામાં છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ, એસસીઆઈએ આગામી સપ્તાહમાં ટેન્કર થિલાક્કમના મૈનિંગ અને ટેકનિકલ મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવાની છે. આ સંદર્ભે શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી એચ.એમ. જોષીએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે આ બાબતેચર્ચા કરી હતી. જે દરમિયાન શ્રીમતી જોષીએ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનું શાલ ઓઢાડી, સ્મળતિ ભેટ આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે લક્ષદ્વીપ પ્રશાસનના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અંબરસુ પણ ઉપસ્થિત રહ્યા હતા.