October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

ત્રણ મકાનમાં સફળતા મળી : સીસીટીવીમાં ઘટના કેદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓના લગાતાર બનાવ બની રહ્યા છે. જે અટકવાનું નામ નથી. વધુ ઘરફોડ ચોરી વલસાડ અબ્રામા સ્‍થિત એક સોસાયટીમાં તસ્‍કરોએ ભારે તરખાટ મચાવી દીધો. એક, બે નહી પરંતુ ચાર-ચાર મકાનના એક સાથે તાળા તોડી ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર અબ્રામામાં આવેલા આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં વિતેલી રાતે તસ્‍કરો ત્રાટક્‍યા હતા. બંગલા નં.76/4, 76/1, 107-એ અને 117-એના એક સાથે ચાર મકાનના તાળા તોડવામાં સફળ રહ્યા હતા તે પૈકી ત્રણ મકાનમાં કબાટ, તિજોરી, લોકર, પલંગ તોડફોડ કરી સરસામાન વેરવિખેર કરી નાની મોટી તમામ મકાનમાં ચોરી કરી હતી. જ્‍યારે એક મકાનનું તાળું તુટયું નહોતું. તસ્‍કરોની હિલચાલ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી હતી. અલબત્ત સીસીટીવી કેમેરા તોડી નાખ્‍યા હતા. પરંતુ એક કેમેરા બચી ગયેલો. તેમાં ઘટના કેદ થઈ ગઈ છે. ત્રણ મકાનમાં કેટલી કુલ ચોરી થઈ તેની ફરિયાદ નોંધાયા બાદ સાચી વિગતો બહારઆવશે.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

vartmanpravah

Leave a Comment