(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)વાપી, તા.17
વલસાડ તાલુકાપટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન અગામી તા. 27મેના રોજ યોજવા જઈ રહ્યા છે. તે ઉપલક્ષમાં પટેલ સમાજહોલમાં લગ્નગ્રંથીથી જોડાનાર વિવિધ 1ર સમાજના 1પ4 જોડા ઉપસ્થિત રહ્યા હતા. જોડાઓને પત્રિકા અને બ્લાઉઝ અર્પણ કરીને અગામી રરમેના રોજ મીટિંગ યોજાશે. મીટિંગમાં લગ્નનું પાનેતર શેરવાની, સાફો, મોજડી તેમજ ગ્રહશાંતકની સૂચના આપવા હેતુ જુજવા ગામે ફરી મિટીંગ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વલસાડ નજીકના જુજવા ગ્રીનવુડ ખાતે યોજનારા ર7મી મેના રોજ યોજાનારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવિધ 1ર સમાજના વલસાડ તાલુકા પટેલ સમાજના પ્રમુખ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને આગેવાનોની ઉપસ્થિતિમાં મિટીંગ યોજાઈ હતી. જેમાં જોડાઓએ કંકોત્રી અને બ્લાઉઝનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. જેમાં રકતદાતાઓને દિપેશભાઈ ભાનુશાલી દ્વારા ભેટ આપવામાં આવનાર છે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી કલ્પસર મંત્રી શ્રી જીતુભાઈ દેસાઈ સહિતના વિવિધ સમાજના આગેવાનો છઠ્ઠા સમૂલ લગ્નમાં ઉપસ્થિત રહેનાર છે જેની મોટા પાયે પૂર્વ તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. લગ્નગ્રંથીથી જોડાનાર નવ દંપતિઓને 30 જેટલી ઘરવખરીની વિવિધ સામગ્રીકરીયાવરમાં આયોજકો તરફથી ભેટ આપવામાં આવનાર છે.
