September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

રોકડ અને મોબાઈલ મળી 10320 નો મુદ્દામાલ કબ્‍જે લેવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18: પારડી તાલુકાના સોનવાડા જેરીયા ફળિયા ખાતે ગણપતિ મંડપમાં કેટલાક લોકો બેસીને ગંજી પત્તા વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પારડી પોલીસની ટીમે તાત્‍કાલિક સોનવાડા ગામે જેરીયા ફળિયામાં પહોંચી હતી અને ગણપતિ મંડપમાં ચટાઈ પાથરી જુગાર રમતા જુગારીયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જે દરમિયાન બે જેટલા જુગારિયા પોલીસને જોઈ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્‍યારે પાંચ જુગારીયાઓમાં અભિષેક રમેશભાઈ હળપતિ ઉ.વ.23 રહે.પારડી હરીનગર, કુંજલ અશોકભાઈ પટેલ ઉ.વ.28 રહે.સોનવાડા જેરીયા ફળિયા, નિલેષ લખુભાઈ નાયકા ઉ.વ.32 રહે.સોંઢલવાડા વડિયા કાચ ફળિયા, યશ ગિરીશભાઈ પટેલ ઉ.વ.21 રહે.સુખલાવ મોટા ફળિયા, અશોક ભગુભાઈ પટેલ ઉ.વ.54 રહે.સુખલાવ વડ ફળિયાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી દાવ પર મૂકેલા અને અંગ ઝડતી કરી રોકડા રૂપિયા અને બે મોબાઈલ ફોન મળી કુલે રૂા.10320 નો મુદ્દામાલ કબ્‍જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્‍યારે ભાગી છૂટેલા અજય ઉર્ફે અજિત નવીનભાઈ પટેલ રહે.નાના વાઘછિપા વાણિયા ફળિયા, વિક્ષિત પ્રકાશભાઈ પટેલ રહે.સોનવાડા બ્રાહમન ફળિયાને વોન્‍ટેડજાહેર કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment