September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

  • મહાનુભાવોએ ટૂંક સમયમાં શરૂ થનાર ડિજિટલ લાઈબ્રેરીનો પણ નિહાળેલો ડેમો

  • પંચાયતની લાઈબ્રેરી નિહાળી મહાનુભાવોએ વ્‍યક્‍ત કરેલી પ્રસન્નતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: દમણના દેવકા ખાતે આયોજીત ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં ભાગ લેવા ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, ભારતીય સાંસ્‍કૃતિક સંબંધ પરિષદના અધ્‍યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે, કેન્‍દ્રિય પંચાયતી રાજ્‍યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી.
દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલ સહિતના તમામ આગેવાનો લાઈબ્રેરી નિહાળી પ્રભાવિત થયા હતા. સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આશીર્વાદથીદમણની પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝે સી.એસ.આર.ના માધ્‍યમથી આ લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે અને ખુબ જ ટૂંક સમયમાં ડિજિટલ લાઈબ્રેરીનો પણ પ્રારંભ થઈ રહ્યો હોવાની જાણકારી આપી હતી.
ભારતીય સાંસ્‍કૃતિક સંબંધ પરિષદના અધ્‍યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ આઈપેડ ઉપર પુસ્‍તક શોધી ડિજિટલી વાંચન પણ કર્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, સર્વર ઉપર લગભગ 5000 જેટલી બુક્‍સ પ્રારંભિક તબક્કામાં સામેલ કરવામાં આવેલ છે. જે પ્રમાણે જરૂરિયાત જણાશે તે રીતે ડિજિટલી બુક્‍સનો વધારો કરાશે. તમામ આઈપેડમાં નેશનલ ડિજિટલ લાઈબ્રેરીની એપ પણ ડાઉનલોડ કરવામાં આવેલ હોવાથી જે પણ બુક્‍સ વાંચવી હશે તે સરળતાથી ડિજિટલી વાંચી પણ શકાશે. આ લાઈબ્રેરીના ઈ-ઉદ્‌ઘાટન માટેની તૈયારીઓ પણ ચાલી રહી હોવાની જાણકારી આપી હતી.

Related posts

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment