Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ એસ.ટી. ડેપો સામે ગેરકાયદે આડેધડ રીક્ષા પાર્કિંગના કારણે સર્જાતો ટ્રાફિકજામ

ડેપોમાં આવતી-જતી બસોને નડી રહેલો ટ્રાફિકઃ મનફાવે ત્‍યાં વાહન ઉભા રાખતા રીક્ષાચાલકો સહિત અન્‍ય વાહનચાલકો સામે પણ વાહનવ્‍યહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સેલવાસ એસ.ટી. બસ ડેપોની સામે સાંજના સમયે પેસેન્‍જરોને શોધવા માટે વાપીથી આવતા રીક્ષાચાલકો ગેરકાયદેસર આડેધડ રીક્ષાઓ ઉભી રાખી દે છે, જેના કારણે એસ.પી.ડેપોમાં આવતી-જતી બસોને ભારે અડચણનો સામનો કરવા પડી રહ્યો છે.
અત્રેનોંધનીય છે કે, મોટાભાગના રિક્ષાચાલકો પોતાની રીક્ષાઓ રસ્‍તાની વચ્‍ચે જ ખડકી દેતા હોય છે. જેના કારણે પાછળથી આવતા વાહનચાલકોને પણ તકલીફ પડે છે. ઉપરાંત અહીં રીક્ષાઓના આડેધડ પાર્કિંગથી ભારે ટ્રાફિકજામની સમસ્‍યા પણ વારંવાર સર્જાઈ રહી છે.
અત્રે યાદ રહે કે, એક તરફ સંઘપ્રદેશ વાહનવ્‍યહાર અને પોલીસ વિભાગ દ્વારા પ્રદેશમાં ‘માર્ગ સુરક્ષા મહિના’ની ઉજવણી કરવામાં આવી છે જ્‍યારે બીજી તરફ આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ મનફાવે ત્‍યાં પોતાના વાહનો ખડકી દેતા હોય છે જેના કારણે અન્‍ય વાહનચાલકો તથા રાહદારીઓને ભારે અગવડતાનો સામનો કરવા પડે છે. તેથી દાદરા નગર હવેલી વાહનવ્‍યહાર વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આવા આડેધડ મનફાવે ત્‍યાં પાર્કિંગ કરતા રીક્ષાચાલકો તથા અન્‍ય વાહનચાલકો સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જરૂરી બન્‍યું છે.

Related posts

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ

vartmanpravah

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

વાપી ચણોદ નિલકંઠ સોસાયટીના બંધ બંગલામાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોરી થયાનું બહાર પડયું

vartmanpravah

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

Leave a Comment