January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દાભેલ અને ભીમપોરની સ્‍વયં સહાયતા જૂથની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સચિવ અને દમણ જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે આજે 78મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી અને ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે સ્‍વયં સહાયતા સમૂહની વિવિધ ગ્રામ પંચાયતોની બહેનો માટે તેમના વિસ્‍તારમાં મહેંદી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રેરણા અને પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ આજે દાભેલ તથા ભીમપોર ગામની સ્‍વયં સહાયતા ગ્રુપની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું આયોજન કર્યું હતું.
દાભેલ ગામની મહેંદી સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને શ્રીમતી પૂર્ણિમાબેન, દ્વિતીય સ્‍થાને શ્રીમતી જીનલબેન અને તૃતિય નંબરે શ્રીમતી નિશાબેન રહ્યા હતા. જ્‍યારે ભીમપોર ગામમાં પ્રથમ સ્‍થાને શ્રીમતી ભાવિકાબેન, દ્વિતીય સ્‍થાને સુશ્રી બીના પટેલ અને તૃતિય નંબરે શ્રીમતી કપિલાબેન રહ્યા હતા. તમામ વિજેતા સ્‍પર્ધકોને પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે પુરસ્‍કૃત કર્યાહતા.

Related posts

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment