Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

  • ચંદ્રયાન-3ની સફળતા 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાનું પ્રતિબિંબ
  • દમણ ન.પા. અધ્‍યક્ષ અને જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાએ નાની દમણ ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે મોટું એલ.ઈ.ડી. સ્‍ક્રીન લગાવી ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરેલી વ્‍યવસ્‍થા
  • પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયા તથા પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાએ ઉપસ્‍થિત કાર્યકરો અને દર્શકોનું મિઠાઈઓ ખવડાવી મોઢું મીઠું કરી મનાવેલો આનંદ-ઉત્‍સવ
  • ફટાકડા અને આતશબાજીના ગડગડાટથી ગુંજી ઉઠેલો સંઘપ્રદેશઃ પ્રદેશની વિવિધ ગ્રામ પંચાયતો, માર્કેટ, ફળિયા અને ગામોમાં પણ ચંદ્રયાન-3ની સફળતાએ અપાવેલી અપાર ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.23 : ભારતનું મહત્ત્વાકાંક્ષી અને ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન સફળ થતાં સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં આનંદ, ઉત્‍સાહ અને ઉમંગની લાગણી છવાઈ હતી. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્‍ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્‍ડ થવાની સાથે ચંદ્રના આ ભાગ ઉપર લેન્‍ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્‍યો છે.આ ઐતિહાસિક અને અવિસ્‍મરણીય પળોને માણવા માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચંદ્રયાનનું લેન્‍ડિંગનું લાઈવ સ્‍ટ્રીમિંગને ટીવી, એલઈડી સ્‍ક્રીન, મોબાઈલ, કોમ્‍પ્‍યુટર ડેસ્‍કટોપ વગેરે ઉપર નિહાળવામાં આવ્‍યું હતું.
ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ ઉપર સફળતાપૂર્વક સોફટ લેન્‍ડિંગ કરતા ઉપસ્‍થિત તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. ફટાકડા અને આતશબાજીથી સમગ્ર વાતાવરણ ઉત્‍સવમય બન્‍યું હતું. કેટલીક જગ્‍યાએ ગોળ-ધાણાં અને મિઠાઈઓથી એકબીજાના મોં મીઠા કરી ભારતના વૈજ્ઞાનિકોએ મેળવેલી સિદ્ધીને બિરદાવી હતી.
દાદરા નગર હવેલી અને દમણ-દીવની વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ ગ્રામીણ કાર્યકર્તાઓએ જયઘોષ કર્યો હતો. ‘ભારત માતા કી જય અને મેરા દેશ મહાન’ જેવા સૂત્રોચ્‍ચારોથી સમગ્ર વિસ્‍તાર ગુંજી ઉઠયો હતો. ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પહેલથી ત્રીજા ચંદ્રયાનના પ્રોજેક્‍ટને મળેલી ઝડપને પણ બિરદાવવામાં આવી હતી.
નાની દમણ ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે દમણ જિલ્લા ભાજપ દ્વારા ચંદ્રયાન-3નું લેન્‍ડિંગ શહેરના લોકો અને પ્રવાસીઓ સરળતાથી નિહાળી શકે તે માટે મોટી એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર લાઈવ પ્રસારણની વ્‍યવસ્‍થા જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ કરીહતી.
ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર લેન્‍ડિંગ થતાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ તથા પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાએ એકબીજાને મિઠાઈઓ ખવડાવી આનંદ-ઉત્‍સવ મનાવ્‍યો હતો. દમણ-દીવ અને દાનહની વિવિધ ગ્રામ પંચાયતો, માર્કેટ એસોસિએશન, પ્રદેશ ભાજપ મહિલા મોર્ચા સહિત તમામે ચંદ્રયાન-3ના સોફટ લેન્‍ડિંગના વધામણા કર્યા હતા.

Related posts

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

Leave a Comment