July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં આગમાં સામાન બળીને ખાખ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં આજે બુધવારે સવારે ભિષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.
વલસાડ અબ્રામા વિસ્‍તારમાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તડકેશ્વર મંડપ ડેકોરેશનનું ગોડાઉન આવેલું છે. આજે સવારે ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગી હતી. આગની જાણ પાલિકા ફાયરને કરાતા બે ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી. આગને બુઝાવવાની જહેમત આરંભી દીધી હતી. આગ કાબુ કરાઈ હતી. આગમાં મંડપ ડેકોરેશનનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્‍યું છે. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

પારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment