September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ : સદસ્‍યતા અભિયાનની માહિતી અપાઈ

પ્રતિ ત્રણ વર્ષે જે ખેતી સાથે સંકળાયેલા હોય તેઓને કિસાન સંઘમાં જોડવા માટે અભિયાન હાથ ધરાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મિટિંગ યોજાઈ. જેમાંજિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્‍યામાં સભ્‍ય કિસાનો ઉપસ્‍થિત રહ્યા હતા. મિટિંગમાં સદસ્‍યતા અભિયાનની માહિતી આપવામાં આવી હતી. આ અભિયાન પ્રતિ ત્રણ વર્ષ બાદ હાથ ધરાય છે.
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંત પટેલની અધ્‍યક્ષતામાં તાલુકાના હોદ્દેદારો સહિતની મિટિંગ યોજાઈ હતી. જેમાં નવા સદસ્‍યોની નોંધણી પ્રક્રિયા સમજાવાઈ હતી. અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો ભારતીય કિસાન સંઘના સભ્‍ય બન્‍યા છે. આ એકમાત્ર ખેડૂતો માટેની રાષ્‍ટ્રિય સંસ્‍થા છે. ભારતીય કિસાન સંઘના રાષ્‍ટ્રિય મંત્રી બાબુભાઈ પટેલ ખાસ મિટિંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિની રચના કરવામાં આવે છે. આ પ્રસંગે સંગઠનની વિસ્‍તૃત માહિતી પ્રમુખ શસીકાંત પટેલએ આપી હતી. ખેડૂતોના હિત માટે ભારતીય કિસાન સંઘ કાર્યરત છે. જ્‍યારે જરૂર પડે ત્‍યારે સંઘ ખેડૂતોને માર્ગદર્શન-સહકાર આપે છે. વલસાડ જિલ્લામાં ઓછામાં ઓછા 25 હજાર ખેડૂતોને સભ્‍ય તરીકે જોડવામાં આવશે. મિટિંગમાં કપરાડા-ધરમપુર તાલુકાની ગ્રામ સમિતિઓનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

Leave a Comment