April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

સેલવાસ અને દમણ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખની પહેલી ટર્મ નવેમ્‍બર-2019થી શરૂ થઈ હોવાથી રેગ્‍યુલેશનમાં કરાયેલા સુધારાનો અમલ 202પની સામાન્‍ય ચૂંટણી બાદ લાગું કરવો ઈચ્‍છનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: ધ દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારા પ્રમાણે દમણ અને સેલવાસ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ દર બીજી ટર્મે મહિલા માટે આરક્ષિત રાખવા માટે કરાયેલા નિર્દેશે પ્રદેશમાં એક નવી ચર્ચાએ જન્‍મ આપ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ અને સેલવાસ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી નવેમ્‍બર-2019માં પૂર્ણ થઈ હતી અને ત્‍યારથી જ નવી ટર્મની પણ શરૂઆત થઈ છે. તેથી 2022માં કરાયેલા રેગ્‍યુલેશનમાં સુધારા પ્રમાણે દર બીજી પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ મહિલા માટેઆરક્ષિત રાખવાનું ઠરાવવામાં આવેલ છે. તેથી 2022ના સુધારા પ્રમાણે દમણ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલી વખત થઈ રહી છે. જેના કારણે હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પ્રથમ ગણવા માટે પણ એક મત વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
બીજી બાજું દમણ અને સેલવાસ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી નવેમ્‍બર-2019માં પૂર્ણ થયા બાદ 2022માં સુધારા કરાયા હોવાથી તેને નવી ટર્મ 202પ નવેમ્‍બરમાં શરૂ થશે ત્‍યારથી લાગુ કરવી જોઈએ એવો મત પણ પ્રગટ થઈ રહ્યો છે.
અત્રે યાદ રહે કે, દમણ નગરપાલિકામાં પહેલી ટર્મમાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પુરુષની નિયુક્‍તિ કરાયેલ છે. જ્‍યારે સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ ઉપર પુરુષ સભ્‍યોનો કબ્‍જો છે.
હવે, જો 2022ના રેગ્‍યુલેશનનો અમલ નવી ટર્મ 202પ નવેમ્‍બરથી કરવામાં આવે તો સેલવાસ અને દમણ નગરપાલિકામાં બંને પદ સામાન્‍ય ઉમેદવારો પૈકી કોઈની પણ વરણી થઈ શકે છે. કારણ કે રેગ્‍યુલેશનમાં ક્‍યાંય પણ ‘પુરુષ’ શબ્‍દનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો નથી. તેથી આ પદ ઉપર મહિલા અને પુરુષ બંને દાવેદારી કરી શકે છે.
અત્રે યાદ રહે કે, 26મી મેના રોજ દમણ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નિર્ધારિત છે. ત્‍યારે રેગ્‍યુલેશનના મુદ્દેકોઈ સ્‍પષ્‍ટતા નહીં હોવાથી રાજકીય પક્ષો તથા મહત્‍વાકાંક્ષી ઉમેદવારોમાં પણ સ્‍તબ્‍ધતા છવાયેલી છે. આ બાબતે પ્રશાસન વહેલી તકે યોગ્‍ય નિર્દેશ જારી કરી સ્‍પષ્‍ટતા કરે એ સમયનો તકાજો છે.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે ચંચળબેન પટેલના લીધેલા આશિર્વાદ

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

Leave a Comment