September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: મહુવા તાલુકાના કાછલ ગામમાં આવેલી સરકારી વિનયન, વાણિજ્‍ય અને વિજ્ઞાન કૉલેજમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસે કવિ શ્રી નર્મદ વ્‍યાખ્‍યાનમાળા યોજાઈ હતી. જેમાં વલસાડના કપરાડા તાલુકાની મોટાપોંઢા કોલેજના પ્રા. ડૉ. આશા ગોહિલે ગુજરાતી સાહિત્‍યને પોતાના સાહિત્‍ય સર્જનથી રળિયાત કરનાર ‘કુન્‍દનિકા કાપડીઆની વાર્તાઓ’ના વકતવ્‍યમાં વીર નર્મદની વાતો વણી લઈ વિદ્યાર્થીઓને રસપ્રદ વક્‍તવ્‍ય પૂરું પાડયું હતું.
કવિશ્રી નર્મદ વ્‍યાખ્‍યાનમાળાનો મણકો 1 અંતર્ગત કોલેજના આચાર્યડૉ. હેતલબેન, ગુજરાતી વિભાગના અધ્‍યક્ષ ડૉ. ધનસુખભાઈ પટેલ અને પ્રા.આશાબેન ઠાકોર દ્વારા આ કાર્યક્રમ આયોજિત થયો હતો. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે વીર નર્મદના જીવન અને સાહિત્‍યસર્જન વિશે વિદ્યાર્થીઓએ વાતો રજૂ કરતા કાર્યક્રમ દીપી ઊઠ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

‘સ્‍વચ્‍છતા સર્વેક્ષણ’ અભિયાન અંતર્ગત સેલવાસ ન.પા. દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment