June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.26 ઓગસ્‍ટને શનિવારે સવારે 9 કલાકે વાપી ખાતે બુથ સશક્‍તિકરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ 9-45 કલાકે ઉમરગામના ફણસા ખાતે ગ્રામ પંચાયતના મકાનના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભીલાડ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રખાતે એસ.એન.સી.યુ.ના નવીન બાંધકામનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે તા.27 ઓગસ્‍ટ રવિવારે સવારે 9.30 કલાકે વાપીના ચલા ખાતે કસ્‍ટમ રોડ પર સ્‍થિત સેંટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કૂલમાં વાપી મેડિકલ સેલ અને વાપી શહેર મંડળ દ્વારા આયોજિત નિઃશુલ્‍ક મોન્‍સૂન મેડિકલ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ સવારે 11 કલાકે વલસાડના રેલવે જીમખાના ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા ઉદ્યમીઓએ બનાવેલી વસ્‍તુઓની પ્રદર્શની કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાતે જશે.

Related posts

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રિક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણના આંટિયાવાડ ખાતે થયેલ હત્‍યાના પ્રયાસમાં આરોપી વિજય રાવતને પાંચ વર્ષની કેદ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

વલસાડનાં ઉંટડી ગામે મહિલાઓ સંચાલિત સેનેટરી પેડ ઉત્‍પાદન કેન્‍દ્રનો શુભારંભ

vartmanpravah

Leave a Comment