September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નવનિયુક્‍ત કલેક્‍ટર પ્રિયાંક કિશોરે વિવિધ વિકાસ કાર્યોની લીધેલી મુલાકાત

નવનિયુક્‍ત કલેક્‍ટરે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મિશન
મોડ ઉપર શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: દાદરા નગર હવેલીના નવા કલેકટર શ્રી પ્રિયાંક કિશોરે ચાર્જ સંભાળ્‍યા બાદ પ્રદેશના વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી હતી. સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ, સિનીયર સીટીઝન પાર્ક અને નવી જૂની શાળાઓની મુલાકાતથી શરૂઆત કરી હતી. શહેરી વિસ્‍તારમાં કામોની મુલાકાત બાદ દાદરા, નરોલી અને રાંધા ગામની પણ મુલાકાત અધિકારીઓ સાથે લીધી હતી. નવ નિયુક્‍ત કલેક્‍ટરશ્રી પ્રિયાંક કિશોરે વિકાસ કાર્યોની સ્‍થિતિ જાણવાની કોશિશ માનવામાં આવે છે. સ્‍માર્ટ સીટીમાં રસ્‍તાઓનું નવીનીકરણને લઈ વિવિધ સરકારી ઈમારતોનું કામ પ્રગતિ પર છે જેને સાકાર કરવામાં ઘણો લાંબોસમય નીકળી રહ્યો છે, કલેકટરશ્રી પ્રિયાંક કિશોરની સક્રિયતાથી લોકોને રસ્‍તાઓ અને અન્‍ય આધારભૂત સુવિધાઓ સુધાવાની સંભાવના જોવા મળી રહી છે.

Related posts

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઈચ્‍છાશક્‍તિથી સંઘપ્રદેશે અન્‍ય સુવિધાઓ અને વિકાસની સાથે આરોગ્‍ય ક્ષેત્રે પણ ભરેલી પોતાની એક ઊંચી ઉડાન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

દમણ પોલીસે ફોનના માધ્‍યમથી ગ્રાહકોનો સંપર્ક કરી મહિલાઓ પાસે અનૈતિક કાર્ય કરાવનારા બે શખ્‍સોની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

Leave a Comment