October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

ગામના યુવાનોએ ભેગા મળી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: નારગોલ ગામના ભુનવાળી ફળિયા ખાતે કલાવતીબેન છોટુભાઈ દુબળાના અર્ધકાચા મકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મકાનના રસોડાના ભાગે અગમ્‍ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ સ્‍થાનિકોએ ગામના સરપંચ સ્‍વીટીબેન ભંડારીને જાણ કરી હતી. ઘટનાની જાણ પંચાત દ્વારાઈમરજન્‍સી વિભાગ અને અગિ્નશામક દળને કરવામાં આવી હતી. જોકે સ્‍થાનિક યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીના ક્ષણોમાં આગ કાબુ કરતા અગિ્નશામક દળને આવવાની જરૂરીયાત પડી ન હતી. આગના બનાવવામાં કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાનના રસોડાના ભાગે રાખવામાં આવેલા ઈંધણના લાકડા તેમજ છતના પતરાંને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

Leave a Comment