January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ, અજીત પવાર, ગોવાના મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : આવતી કાલે દેશના ગૃહમંત્રી અને ભાજપના દિગ્‍ગજ નેતા શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવા તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાગ લેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે મળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે તથા ઉપ મુખ્‍યમંત્રી શ્રી દેવેન્‍દ્ર ફડણવીસ અને શ્રી અજીત પવાર તથા ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આવતી કાલેમળનારી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં ગુજરાત રાજ્‍યના વલસાડ જિલ્લાના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન એમ ચાર ગામોને સંઘપ્રદેશમાં જોડવા અંગે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા નિર્ણય લેવાશે. આવતીકાલની બેઠક દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે મહત્ત્વની માનવામાં આવે છે.

Related posts

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

Leave a Comment