(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02: યુવા કેન્દ્ર અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત પ્રયાસથી નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ-2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત દેશના તમામ જિલ્લામાં નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રત્યેક જિલ્લાના બે સ્પર્ધકો રાજ્ય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્ય સ્તરીય સ્પર્ધાઓના વિજેતાઓને ભારતીય સંસદમાં પોતાના વિચાર વ્યક્ત કરવાનો અવસર મળશે.
નેહરૂ યુવા કેન્દ્ર દમણ દ્વારા આયોજીત જિલ્લા સ્તરીય વક્તૃત્વ સ્પર્ધામાં યુવાઓએ આ જિલ્લા સ્તરીય સ્પર્ધામાં ઘણાં વિષયો પર આરોગ્યની કાળજી અને રમતગમત, સ્કિલ ઈન્ડિયા તથા સોશિયલ મીડિયા જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના નિરીક્ષકો તરીકે પ્રો. પુખરાજ જાંગિડ, પ્રો. શહાબુદ્દી, રેનુ તલરેજા, એડવોકેટ મેઘા પાટકર અને હરેશ દેશમુખે સેવા આપી હતી. જિલ્લા સ્તરની સ્પર્ધામાં પ્રથમે ક્રમ હર્ષિદ ભંડારી અનેદ્વિતીય ક્રમે હરસાંગ કેની રહ્યા હતા.
નેહરૂ યુવા કેન્દ્ર દમણના જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસે બનંને વિજેતાઓને અભિનંદન સાથે શુભકામના પાઠવી હતી અને તેમને રાજ્ય સ્તરે સારૂં પ્રદર્શન કરવાના આશીર્વાદ આપ્યા હતા.