Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઓબીસી અનામત માટે ૨૭ ટકાની જાહેરાત કરાઈઃ વલસાડ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: જસ્‍ટીસ ઝવેરી કમિશન દ્વારા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં અન્‍ય પછાત વર્ગો(બ્‍ગ્‍ઘ્‍)ને બેઠકો અને ચેરપર્સન માટે અનામત ફાળવણીના અહેવાલના આધારે કેબિનેટ સબ કમિટિએ કરેલી ભલામણોનો રાજ્‍ય સરકાર દ્વારા સ્‍વીકાર કરાતા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાનીમાં ફટાકડા ફોડી મીઠું મોઢુંકરાવાયું.
નોન પેસા / બિન અનુસૂચિત વિસ્‍તારોમાં એસ.ટી.નું પ્રતિનિધિત્‍વ યથાવત રાખવામાં આવ્‍યું છે. – પેસા અને નોન પેસા વિસ્‍તારમાં જ્‍યાં એસ.ટી. અને એસ.સી.ની વધુ જનસંખ્‍યા છે તેના કારણે અમુક વિસ્‍તારોમાં ઓ.બી.સી.ને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં બેઠકો રદ્દ થાય છે ત્‍યાં ઓ.બી.સી.નું પ્રતિનિધિત્‍વ મળે તે માટે 10 ટકા બેઠકો હાલની સ્‍થિતિ પ્રમાણે યથાવત રાખવા ભલામણ કરાઈ છે.
ગુજરાત રાજ્‍ય સરકારના આ જનલક્ષી નિર્ણયને આવકારતા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ ફટાકડા ફોડી મીઠાઈ વેચી સરકારશ્રીના નિર્ણયને આવકારવામાં આવ્‍યો હતો.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શિલ્‍પેશભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી વેસ્‍ટ દ્વારા 131 શિક્ષકોને નેશન બિલ્‍ડર એવોર્ડ એનાયત કર્યા

vartmanpravah

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment