September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

પોલીસે બે બાઈકો સહિત રૂા.68,310 નો મુદ્દા માલ કબજે કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા આજરોજ પોતાના સ્‍ટાફ સાથે પારડી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન હેડ કોન્‍સ્‍ટેબલ ઉમેશભાઈને રોહિણાના દામો ફળિયા ખાતે જુગાર રમતો હોવાની બાકી મળતા પારડી પોલીસે છાપો મારતા ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતા 1.વનરાજ રમેશભાઈ નાયકા, 2.સુભાષ ભીમાભાઈ ધોડિયા પટેલ, 3. હરીશ ગુણવંતભાઈ ધોડિયા પટેલ, 4. હર્ષદ અમૃતભાઈ ધોડિયા પટેલ, 5. મુકેશ ઉર્ફે મુકુંદ, 6. કેસુર બાબુભાઈ ધોડિયા પટેલ અને 7. અરવિંદ પ્રભુભાઈ ધોડિયા પટેલ. આમ સાત જેટલા જુગારીઓને ઝડપી પાડી બે બાઈક કિંમત 50000, મોબાઈલ 3000 અને દાવ અને અંગઝડતીના 15220 મળી કુલ 68,310 રૂપિયાના મુદ્દામાલ કબજે લઈ તમામને જેલના હવાલે કરી દીધા હતા.

Related posts

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment