March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણ પોલીસને સતત 6 મહિનાની મહેનત બાદ ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળનારી સબસિડીના હવાલો આપીને છળકપટ કરનારા આરોપીને દમણથી 1700 કિલોમીટર દૂર ઝારખંડના ગિરિડીહથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત એપ્રિલ મહિનામાં ફરિયાદીએ કરેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્‍યા મોબાઈલથી ફોન આવ્‍યો અને કહ્યું કે તે ડોક્‍ટર દિપક આંગણવાડીથી બોલી રહ્યો છે અને તમામ ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા રૂા.10 હજારની સબસિડી આપવામાં આવી રહી છે. આ રીતે હવાલો આપીને ફરિયાદીના મોબાઈલમાં એનીડેસ્‍ક એપ ડાઉનલોડ કરાવીને તેમના મોબાઈલની એક્‍સેસ લઈને તેમના ખાતામાંથી કુલ રૂા.51,272 સેરવી લીધા હતા.
આવા જ પ્રકારની અન્‍ય 05 ફરિયાદ દમણના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી. જેમાં સબસિડીનો હવાલો આપીને કુલ રૂા.225000ની છેતરપિંડી કરી છે. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસમથકમાં ગુનો રજીસ્‍ટર નંબર 48/2023, યુ/એસ. 420 આઈ.પી.સી.ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.
કેસની વધુ તપાસ ચાલુ રહેતા લગાતાર 6 મહિના સુધી ખુબ મહેનત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસની એક ટીમ બિહાર અને પヘમિ બંગાળ મોકલવામાં આવીહતી. જેમાં આરોપીને પકડવામાં સફળતા મળી ન હતી. આરોપી હંમેશા તેની ગુનાહિત પ્રવૃત્તિ અને વિસ્‍તાર બદલી રહ્યો હતો. ત્‍યારબાદ ફરીથી એક ટીમને ઝારખંડ મોકલવામાં આવી હતી. જેમાં ખૂબ જ મહેનત બાદ આરોપી ઉમેશ તેજન મંડલ (ઉં.વ.33) રહે.ગિરિડિહ, ઝારખંડને તેના રહેણાંક વિસ્‍તારમાંથી જ ઝડપી પાડવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ તેને દમણ લાવવામાં સફળતા મળી. પોલીસે આરોપી પાસેથી એક રિઅલમી મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્‍યા મુજબ આરોપી લગાતાર ગર્ભવતી મહિલાઓને સાઈબર ગુનાના શિકાર બનાવી રહ્યો હતો અને આખરે ઘણી મહેનત બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

Related posts

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

વલસાડમાં લોભામણી લાલચ આપી લાખોનું ફુલેકુ ફેરવી ચાર વર્ષથી ફરાર જી.પં.ના પૂર્વ સભ્‍ય ચેતન પટેલની ધરપકડ

vartmanpravah

Leave a Comment