September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

દાનહના આદિવાસીઓની જમીન પડાવી લેવાના મુદ્દે પ્રશાસને અખત્‍યાર કરેલા કડક વલણથી લેન્‍ડમાફિયાઓમાં ફફડાટઃ આદિવાસીઓમાં વર્ષો બાદ જાગેલી ન્‍યાયની આશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : દાદરા નગર હવેલીપ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ અને અગ્રણી ઉદ્યોગપતિ કૌશિલ શાહની આદિવાસી સાથે છેતરપીંડી કરી જમીન પડાવી લેવાના મુદ્દે સેલવાસ પોલીસે ધરપકડ કરતાં ચકચાર ફેલાઈ જવા પામી છે. સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલીના આદિવાસીઓના જમીનના મુદ્દે કરાયેલા શોષણ સામે અપનાવેલા કડક અખત્‍યારથી સફેદ પોશમાં ફરતા લેન્‍ડમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે અને આદિવાસીઓને વર્ષો બાદ ન્‍યાય મળશે એવી આશા મજબૂત બની છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી અશોક રમેશ હળપતિની જમીન કૌશિલ શાહે ખરીદી તેની સામે ફિક્‍સ ડિપોઝિટ કરાવવાનું જણાવ્‍યું હતું. પરંતુ આરોપી કૌશિલ શાહ દ્વારા ફિક્‍સ ડિપોઝિટ નહીં કરાવાતા પોતાની જમીનના પૈસા માટે ફરિયાદી અશોક હળપતિએ પૂછપરછ ચાલુ રાખી હતી. પરંતુ કૌશિલ શાહે પૂછપરછનો કોઈ જવાબ નહીં આપી વાતને ટાળતા રહ્યા હતા. આ બાબતે અશોક હળપતિએ સેલવાસ મામલતદારને અગાઉ લેખિત ફરિયાદ પણ કરી હતી. પરંતુ તે સમયે કોઈ જ કાર્યવાહી થઈ નહીં હતી.
હાલમાં અશોક હળપતિએ ફરી રજૂઆત કરતાં મામલતદારની ટીમ દ્વારા બેંકની ડિટેઈલ ચેક કરાતા એમાં કોઈ જ ફિક્‍સ ડિપોઝિટ જમા કરાઈ નહીં હતી અને વારંવાર માંગણી કરવા છતાં પૈસા નહીં આપવામાં આવ્‍યા હતા. જેના અનુસંધાનમાં અશોક હળપતિનીફરિયાદના આધારે સેલવાસ પોલીસે આઈ.પી.સી.ની 420, 467, 468, 506 અને એટ્રોસિટી એક્‍ટની 3(1), (એફ), 3(2) કલમો અંતર્ગત ગુનો નોંધી કૌશિલ શાહની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍યો અને સરપંચોએ પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છામુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીનું નિખાલસ મંતવ્‍ય જિલ્લા પંચાયતના પ્રમુખનો હોદ્દો રાજ્‍ય સ્‍તરના મંત્રી સમકક્ષઃ પંચાયતના સરપંચો પાસે વહીવટી સત્તા

vartmanpravah

Leave a Comment