January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડ

વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી : પોલીસ બેડામાં ચકચાર

કોન્‍સ્‍ટેબલ મનીષ મહારીયાની બદલી થતા વલસાડ
સીટી પો.સ્‍ટે.માં ફરજ બજાવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી જીઆઈડીસી સી-ટાઈપ વિસ્‍તારમાં આવેલ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા કોન્‍સ્‍ટેબલએ આજે સોમવારે ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં દોડધામ સાથે ચકચાર મચી જવા પામી હતી.
વાપી સી-ટાઈપ પોલીસ ક્‍વાટર્સમાં રહેતા મૂળ સુરેન્‍દ્રનગરના વતની મનીષભાઈ સોપાભાઈ મહારીયા વલસાડ સીટી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમની બદલી વલસાડ થતા અપડાઉન કરતા હતા. પરિવારે સાથે રહેતા મનીષભાઈની પત્‍ની 15 દિવસથી ગામ ગઈ હોવાથી તેઓ ક્‍વાટર નં.15માં એકલા જ હતા. આજે રવિવારે કોઈ અગમ્‍ય કારણોસર મનીષભાઈએ પંખાના હૂક સાથે નાયલોન દોરી બાંધી આત્‍મહત્‍યા કરી લીધી હતી. ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા ઉચ્‍ચ અધિકારીઓ સહિતપોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. મૃતકની લાશને નીચે ઉતારી પી.એમ. માટે મોકલી અપાઈ હતી તેમજ પોલીસે સુરેન્‍દ્રનગર પરિવારજનોને જાણ કરી હતી. પરિવાર સુરેન્‍દ્રનગરથી વાપી આવવા નિકળી ગયેલ છે. નાની ઉંમરે કોન્‍સ્‍ટેબલ મનીષભાઈએ આત્‍મહત્‍યાનું અંતિમ કદમ કેમ ભર્યું હશે તેની અનેક તર્કવિતર્ક ઘટના બાદ પોલીસ બેડામાં વહેતા થયા હતા.

Related posts

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં શિક્ષક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના વિસ્‍તારમાં હેલિકોપ્‍ટરના ત્રણ-ચાર આંટા ફેરાથી લોકોમાં કૂતુહલ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોર પાસેથી રૂા.8.પ2 લાખનો દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment