પરિવાર વાપી તરફ આવતો હતો ત્યારે ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: સુરતથી સોનવણે પરિવાર પોતાની કારમાં આવી રહ્યો હતો ત્યારે વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.
સુરતથી વાપી તરફ આવવા નિકળેલ સોનવણે પરિવારની પોતાની કારનું જીજે 5 આરડી 9946માં આવી રહ્યો હતો ત્યારે ગુંદલાવ હાઈવે ઉપર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. પોલીસે ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.