January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય પ્રદેશો/કેન્‍દ્ર શાસિત પ્રદેશ દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા અને અનુકરણ કરવા પણ હિમાયત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ગાંધીનગર, તા.29 : કેન્‍દ્રિય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં સોમવારે ગુજરાતના ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠક યોજાઈ હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે, ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત તથા મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, પશ્ચિમી  ઝોન દેશનો મહત્‍વનો ઝોન છે અને દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો આ વિસ્‍તાર ફાઈનાન્‍સ, આઈ.ટી., ડાયમન્‍ડ, પેટ્રોલિયમ, ઓટોમોબાઈલ અને ડિફેન્‍સનું હબ છે. વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય રાજ્‍યો લાંબો દરિયા કિનારોધરાવે છે. જ્‍યાં અત્‍યંત સંવેદનશીલ સંસ્‍થાઓ અને ઉદ્યોગો કાર્યરત છે. જેની ચુસ્‍ત સુરક્ષા સુનિヘતિ કરવા માટે સતત પ્રયાસોની જરૂર છે.

સોમવારે મળેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠકમાં કુલ 17 મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાંથી 9 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્‍યું હતું અને રાષ્‍ટ્રહિતના મુદ્દાઓ સહિત બાકીના મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા કર્યા બાદ દેખરેખ માટે રાખવામાં આવ્‍યા હતા.

આ બેઠકમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય પ્રદેશો/કેન્‍દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

Related posts

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

પ્રધાનમંત્રીએ અગ્રણી વિજ્ઞાન સંસ્થાઓ સાથેની વાતચીત અંગે ટ્વીટ્સ કર્યા

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment