Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિક એકમોમાં દેશના વિવિધ ભાગોથી માલા-સામાન ભરીને આવતા ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરો, ટેન્‍કરો જેવા ભારે વાહનોના આડેધડ પાર્કિંગના કારણે અન્‍ય અવર-જવર કરતા નાના-મોટા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.
સેલવાસથી ખાનવેલ રોડ પર મસાટ, સામરવરણી અને રખોલી મેઈન રોડ કંપનીઓમાં આવતા કન્‍ટેનર, ટ્રેઈલર, ટ્રક, ટેન્‍કર જેવા મોટા ભારે વાહનોના ચાલકો તેમના વાહનો જાહેરરસ્‍તાઓ ઉપર જ પાર્ક કરીને ચાલ્‍યા જાય છે. જેના કારણે ઘણી વખત ભારે ટ્રાફિક જામની સમસ્‍યા ઉભી થાય છે. ઉપરાંત કેટલાક વાહનચાલકો રોંગ સાઈડ પર વાહન ચલાવતા હોય છે. જેના કારણે અકસ્‍માતો પણ થતા રહે છે. આ મુખ્‍ય રસ્‍તા ઉપર મસમોટા ખાડાઓનું પણ સામ્રાજ્‍ય હોવાના કારણે ડબ્‍બલ તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. તેથી આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

સાદકપોર ચાડીયા પાસે આઈસર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બલવાડના યુવાનનું ઘટના સ્‍થળે જ કરૂણ મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની નવી પેઢીને સુશિક્ષિત બનાવવા પંચાયતનું લક્ષઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment