October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

પાછળની સીટ કાઢી નંખાયેલ કારમાં દોરડા, ચપ્‍પુ, ઈન્‍જેકશન, ટેપ, ફૂટપટ્ટી તથા બોગસ નંબર પ્‍લેટ મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: ધરમપુર ચોકડી હાઈવે ઉપર ગત રાતે સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલ ગૌતસ્‍કરીમાં વપરાતી હોય તેવી બિનવારસી કાર મળીઆી હતી. પોલીસે કાર ડીટેઈન કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ સીટી પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ધરમપુર ચોકડી હાઈવે સર્વિસ રોડ ઉપરથી ગ્રે કલરની જીજે 15 સીડી 8028 નંબરની કાર બિનવારસી મળી આવી હતી. પોલીસને શંકા જતા કારમાં તપાસ કરી તો પાછળની સીટ કાઢી નંખાયેલી હતી તેમજ કારમાં ચપ્‍પુ, ઈન્‍જેકશન, સાત દોરડા, કારની ચાવી અને એક એમએચ 15 સીએમ 0353 નંબરની બોગસ નંબર પ્‍લેટ મળી આવતા પોલીસને શંકા પડી હતી કે આ કાર ગૌતસ્‍કરોની જ. તેથી કારને ડીટેઈન કરી સીટી પોલીસ સ્‍ટેશન લવાઈ હતી. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈન્‍ટર કોલેજ ખોખો સ્‍પર્ધાનું આયોજન થયું

vartmanpravah

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah

Leave a Comment