October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તણાઈ કે ડૂબી જવાથી થતી જાનહાનિ અટકાવવા જિલ્લા મિજિસ્‍ટ્રેટનું પ્રતિબંધનાત્‍મક જાહેરનામું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: રાજ્‍યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીનાધોધમાં ન્‍હાવા જવાથી ઘણા લોકોના તણાઈ જવાથી કે ડૂબી જવાથી મૃત્‍યુ થવાના કિસ્‍સાઓ અવાર-નવાર બનતા હોય છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જિલ્લામાં પણ નદી, નાળા, કોઝ-વે વગેરે પાણીનું ભારે વહેણ ચાલુ હોય તેમજ દરિયામાં ભરતીનો સમયે ઊંચા મોજાં ઉછળતા હોય છે. આવા સમયે સામાન્‍ય જનતા તથા પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મુકી ન્‍હાવા જતાં હોય છે. જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થાય તેવી પુરી સંભાવના હોય લોકોના જાનમાલને થતું નુકસાન અટકાવવા આવા ભયજનક સ્‍થળોએ પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા ઈ.ચા. જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી એ.આર.જ્‍હાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 થી મને મળેલી સત્તાની રૂએ તા.03-09-2024 સુધી નીચે મુજબના પ્રતિબંધો મુકયા છે,
(1) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્‍તાર જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્‍થળોએ કોઈપણ વ્‍યક્‍તિ/પ્રવાસીઓએ ન્‍હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી.
(2) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાંઉછળતા હોવાથી કોઈપણ વ્‍યક્‍તિ/પ્રવાસીઓએ ન્‍હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહીં તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહીં.
(3) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ કોઝ-વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્‍યારે કોઈ વ્‍યક્‍તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી.
ઉપરના તમામ ભયજનક સ્‍થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્‍ફી લેવાં નહી.
આ હુકમ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે તથા આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય ન્‍યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. હુકમનો ભંગ કરનાર સામે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા પોલીસ્‍સ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકળત કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર કચેરીમાં શપથ ગ્રહણ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

Leave a Comment