June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના સામરવરણી ગામે ટેમ્‍પો સ્‍ટેન્‍ડ નજીક એક રાહદારીને અજાણ્‍યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. બીજી ઘટનામાં સેલવાસથી નરોલી રોડ પર અથાલ નજીક બે મોટરસાયકલ સામસામે ટકરાતા સેલવાસથી નરોલી તરફ જઈ રહેલ બાઈક સવાર નીચે પટકાતા પાછળથી આવતી ટ્રકના નીચે આવી જતા એનું પણ ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ હરીશભાઈ કાપડી (ઉ.વ.70)રહેવાસી આદિવાસી ભવન નજીક સેલવાસ જેઓ સામરવરણી ટેમ્‍પો સ્‍ટેન્‍ડ પાસે એમના મિત્રો સાથે બેઠા હતા અને કોઈક કામસર પગપાળા રસ્‍તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતા અજાણ્‍યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા એમને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે એમનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું. અકસ્‍માત કરી અજાણ્‍યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. જ્‍યારે બીજી ઘટનામાં સેલવાસ નરોલી રોડ પર મોડી રાત્રે બે બાઈક સવાર વચ્‍ચે ટક્કર થતાં સેલવાસથી નરોલી તરફ જઈ રહેલ પ્રતીક નામનો યુવાન બાઈક પરથી નીચે પટકાયો હતો જેને પાછળથી આવતી ટ્રકમાં આવી જતા ગંભીર ઈજા થતાં એનું ઘટના સ્‍થળ પર જ મોત થયું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને ટ્રકનો કબ્‍જો લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિનું પ્રદેશવાસીઓએ આનંદ, ઉલ્લાસ અને ઉમંગ સાથે કરેલું સ્‍વાગત

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રા.પં.ની સરપંચ ઉર્વશીબેન પટેલે નાનાબાળકોને દમણ પક્ષીઘરની કરાવેલી મુલાકાત

vartmanpravah

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

Leave a Comment