Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા અને પર્યાવરણ બદલી ‘નંદઘર’માં કરેલું રૂપાંતરઃ પા પા પગલી માંડી વર્ગખંડ સુધી આવતા ભૂલકાંઓને આનંદ-કિલ્લોલ સાથે જ્ઞાન અને પૌષ્‍ટિક આહાર આપવાની કરેલી આગવી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શિક્ષણને પ્રોત્‍સાહન આપવાની અને શિક્ષણલક્ષી વાતાવરણ તૈયાર કરવાની કડીમાં દાદરા નગર હવેલી ખાતે કુલ 97 નવી આંગણવાડીના મકાનના નિર્માણનું કામ પ્રગતિ ઉપર છે. સંઘપ્રદેશ પ્રશાસને આંગણવાડીની પરિભાષા બદલી તમામનેનંદઘરમાં રૂપાંતરિત કરવાની શરૂ કરેલી યોજનામાં નાના બાળકોનું વર્ગખંડમાં પ્રથમ પગથિયું આનંદ-કિલ્લોલ સાથે ગમ્‍મત દ્વારા જ્ઞાન મળે અને પૌષ્‍ટિક આહાર પણ મળે તેવી શરૂ કરેલી વ્‍યવસ્‍થાની ખુબ જ સુંદર અસર પણ જોવા મળી રહી છે.
દાદરા નગર હવેલીમાં નંદઘર સપાટ જમીન ઉપર રૂા.25 લાખ અને ખાડા-ટેકરાવાળી જગ્‍યામાં રૂા.35 લાખના અંદાજીત ખર્ચથી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ નંદઘરોના કારણે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તાર દૂધની, સિંદોની, કૌંચા સહિતના ગામના બાળકોને ઘણો ફાયદો થશે. આ આંગણવાડીનું નિર્માણકાર્ય પ્રદેશમાં કાર્યરત વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝોના કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સિબ્‍લિટી(સી.એસ.આર.) હેઠળ બનાવવામાં આવનાર હોવાની પણ જાણકારી મળી છે.

Related posts

ભાજપ સંગઠન દ્વારા પારડી શહેર તથા તાલુકા પ્રમુખ માટેના સેન્‍સ લેવાયા

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

બગવાડા પાસે બાઈક અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત: પાછળ બેઠેલા બાઈક સવારનું સ્‍થળ પર જ મોત, ચાલક ગંભીર રીતે ઘાયલ

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની વાર્ષિક સભા યોજાઈ : વર્ષ 2023-24 રૂા.14.78 કરોડનો નફો જાહેર કરાયો : 2જી ઓક્‍ટોબરથી સફાઈ અભિયાન યોજાશે 

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

Leave a Comment