Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

(…ગતાંકથી ચાલુ)
પોસ્‍ટમાસ્‍ટરના મોરચે પણ થોડી ગરબડ થઈ. પહેલાં તો તે આવવા તૈયાર જ ન હતા પણ થોડો સ્‍વાદ ચખાડતાં અને હવે સત્તા અમારી જ છે એમ સ્‍પષ્‍ટ સમજાવી દીધા પછી તે તરત જ સમજી ગયા અને સાથે થયા. તેમની સાથે થ ગુમાનસિંહ અને અન્‍ય સ્‍થાનિક નાગરિકોએ જેમનાં નામ આપ્‍યાં તેવા, ભારતીય લોકોને હીન સમજનારા તથા પોર્ટુગીઝો તરફ નિષ્‍ઠા રાખવામાં જરા વધારે પડતો ઉત્‍સાહ દર્શાવનારા બીજા પણ થોડા લોકોને પકડી લાવવામાં આવ્‍યા તથા તેમના ઘરની જડતી પણ લેવામાં આવી. એક ઘરમાં ચાલીસ પચાસ મહિલાઓ છુપાયેલી છે એવી માહિતી મળતાં શ્રીકૃષ્‍ણ ભીડેને બીજા ચાર કાર્યકર્તા સાથે એ ઘર તરફ રવાના કરવામાં આવ્‍યા. એ મહિલાઓના ટોળામાં ફિદાલ્‍ગો કે ફાલ્‍કાવ વેશાંતર કરીને સંતાઈ રહ્યા હોય એવી શક્‍યતા તેમને લાગતી હતી.
એ ઘરમાં જઈને અમારે આખી ઈમારત તથા બધી મહિલાઓની તપાસ કરવાની છે એવો સંદેશો શ્રી ભીડેએ મોકલ્‍યો. એ ઘરના રસોડામાં અને અંદરના ઓરડામાં એ મહિલાઓ હતી. શ્રી ભીડેનો સંદેશો અંદર પહોંચતા જ સિલવાસાના મુખ્‍યાલયનો કબજો મેળવનારા લોકો તપાસ કરવા આવ્‍યા છે એખ્‍યાલથી ત્‍યાં રડારોળ થઈ ગઈ. હવે આપણા પર શું વીતશે એ કલ્‍પના એમને ડરાવતી હશે. પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?
શ્રી ભીડેએ એવી સૂચના આપી કે એક ઓરડામાંથી એક મહિલા બહાર આવે અને એક વાર માથું ડાબે, જમણે અને ઉપર ફેરવે પછી બીજા ઓરડામાં જાય. તેમની આવી થોડી વિચિત્ર લાગતી સૂચનાથી તો થોડો વધુ ઉહાપોહ થયો તેમ છતાં એકાદ બે કલાકમાં બધાંની ચકાસણી પૂરી થઈ ગઈ. અને આખા ઘરની ઝડતી પણ લેવાઈ ગઈ. ત્‍યાંથી બહાર નીકળતી વખતે તેમણે ઘરનાં માણસોને વિનમ્ર શબ્‍દોમાં કહ્યું, ‘તમે આ મહિલાઓને નિヘંિત રહેવાનું કહેજો. તમને પણ કોઈ સતાવશે નહીં. તમારી વચ્‍ચે ફિદાલ્‍ગો છુપાયો હોવાની શક્‍યતા લાગવાથી આ તપાસ કરવામાં આવી. અમે પરષાીને બહેન માનવાના સંસ્‍કારમાં ઉછરેલા યુવાનો છીએ. તેમ છતાં મારી તપાસ પદ્ધતિને લીધે કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્‍યક્‍ત કરૂં છું. શ્રી ભીડેના આ શબ્‍દો સાંભળતાં જ બે વયસ્‍ક મહિલાઓ આગળ આવી અને કહ્યું, ‘અમારી થોડી ગેરસમજ થઈ હતી. અમે ખુબ ગભરાયેલાં પણ હતાં. પરંતુ તમારો વ્‍યવહાર જોઈને અમને ખૂબ સારૂં લાગે છે. જેમના ઘરમાં અત્‍યારે કોઈ પુરૂષ માણસ નથી એવા અહીંનાઆગેવાન નાગરિકોના ઘરની મહિલાઓ અહીં એકત્ર થઈ છે.’ આ વાર્તાલાપ પછી તો આખું વાતાવરણ એટલું શાંત અને સહજ થઈ ગયું કે શ્રી ભીડેને વિદાય આપવા બધી જ મહિલાઓ બહાર આવી ગઈ, એટલું જ નહીં તો એમને કશુંક ખાઈને જવાનો આગ્રહ કરવા લાગી. પરંતુ અહીં કંઈ પણ લેવું તે અમારા અનુશાસન પ્રમાણે યોગ્‍ય નથી એમ કહીને શ્રી ભીડે ત્‍યાંથી રવાના થઈ ગયા.
પોસ્‍ટમાસ્‍તરની ઉપસ્‍થિતિમાં મુખ્‍ય તિજોરીનો કબજો લેવામાં આવ્‍યો. એ તિજોરીની ચાવી કોઈની પાસે હોવાથી રિવોલ્‍વરની મદદ લઈને તેનું તાળું તોડવામાં આવ્‍યું. એ તિજોરીમાં પોર્ટુગીઝ ચલણના 20 હજાર રૂપિયા અને ભારતીય ચલણના એક લાખ પંદર હજાર રૂપિયા જેટલી રકમ મળી. સૈનિકો પાસેથી 35 303રાયફલ, 34 ફોરટન, 2 અમેરિકન રિવોલ્‍વર, 15 અમેરિકન સ્‍ટાર રિવોલ્‍વર, 6 સવેજ રિવોલ્‍વર, 3 બાર બોરની ગન, 3 સ્‍ટેનગન તથા 1 લામા એટલી શષા સામગ્ર મળી.
અત્‍યાર સુધીના યુદ્ધમાં એકંદરે 50 સૈનિક અને રાજ્‍યના પાંચ અધિકારીઓને પકડવામાં આવ્‍યા. તેમની પાસેથી એવી માહિતી મળી કે ફિદાલ્‍ગો લગભગ બસો જેટલા સશષા સૈનિકો અને દારૂગોળાના મોટા જથ્‍થા સાથે રખોલી તરફ ગયેલા છે.
(ક્રમશઃ)

Related posts

પ્રધાનમંત્રીની સૂચિત સેલવાસ-દમણ મુલાકાતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠક : પ્રધાનમંત્રીશ્રીના ઋણ સ્‍વીકાર માટે થનગની રહેલો સંઘપ્રદેશ

vartmanpravah

દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષકોને એક ચિનગારી બની વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્‍તિ ખિલવવા તણખો બનવા ડેપ્‍યુટી કલેક્‍ટર રાહુલ દેવ બુરાની સલાહ: શાળામાં ટોપ રહેલા બાળકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

vartmanpravah

Leave a Comment