January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

અંતરિયાળ પહાડી વિસ્‍તાર, ખાડી, પુલોનું ઠેર ઠેર ધોવાણ : લોકો ભારે મુશ્‍કેલીમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદ વરસ્‍યા બાદ માંડ થોડો થોડો વિરામ લીધો છે ત્‍યારે ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં વરસાદે સર્જેલા વિનાશ તબાહીના દૃશ્‍યો બહાર આવી રહ્યા છે.
જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારોમાં મેઘરાજાએ આજે સાધારણ વિરામ લીધો હતો પરંતુ પાંચ દિવસના વરસાદી તાંડવે ચારે તરફ વિનાશ વેર્યો છે. નદી-નાળાના પાણી શાંત થયા છે. પુલો જે ડૂબી ચૂક્‍યા હતા તે થોડા થોડા ખુલ્‍યા છે. પણ તબાહીના ભયાનક દૃશ્‍યો સામે આવ્‍યા છે. પહાડી વિસ્‍તારના છેવાડા વાડી ગામના મધ્‍યમાંથી પસાર થતી ખાડી પર બનાવેલ પુલનો મોટાભાગનો હિસ્‍સો પાણીમાં વહી ગયો છે છતાં એક જીપ ચાલક બેદરકારી ભરેલ ડ્રાઈવિંગ કરતા પુલ વચ્‍ચે જીપ ફસાઈ ચૂકી હતી. માંડ જીવ બચ્‍યો હતો. પુલો અને કોઝવે ઠેર ઠેર ધોવાઈ ગયા હોવાથી લોકો જોખમી રસ્‍તાઓથી અવરજવર કરી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કરતાં ગ્રામ્‍ય વિસ્‍તારની વરસાદમાં સ્‍થિતિ વધુ વણસી ચુકી છે તેથી લોકો પારાવાર મુશ્‍કેલીઓ વેઠી રહ્યા છે.

Related posts

હવે સાંસદ ઉમેશભાઈ પટેલ લેસ્‍ટર લંડનમાં પણ દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું સંગઠન ઉભું કરશે

vartmanpravah

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment