September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

પોલીસે વલસાડ હાઈવે ઉપર નાકાબંધી કરી ઈકો કાર નં.એમએચ 46 બીક્‍યુ 0247 માં ભાગી રહેલા લૂંટારૂને ઝડપ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: સુરત ચલથાણ વિસ્‍તારમાં આજેરવિવારે વહેલી સવારે કરોડોના હિરા-રોકડ લઈને ઉભેલા આંગડીયા કર્મચારીઓ ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરી પાંચ જેટલા લૂંટારૂ ઈકો કારમાં મુંબઈ તરફ ભાગી છુટયા હતા. સુરત પોલીસે જાહેર કરેલ એલર્ટ મુજબ વલસાડ હાઈવે ઉપર વલસાડ અને વાપી જીઆઈડીસી પોલીસે નાકાબંધી કરીને તમામ લૂંટારૂને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.
સુરત ચલથાણ-અમરોલી વિસ્‍તારમાં આંગડીયા કર્મચારી કરોડોના હિરા-રોકડ લઈને ઉભા હતા ત્‍યારે ઈકો કાર નં.એમએચ 46 બીક્‍યુમાં આવેલ પાંચ જેટલા લુંટારૂઓએ ઘાતક હથિયારો વડે હુમલો કરીને આંગડીયા કર્મચારીઓ પાસેથી કરોડોના હિરાનો જથ્‍થો લૂંટી ઈકો કારમાં ભાગી છૂટયા હતા. લૂંટની ઘટના બાદ સુરત પોલીસે નવસારી, વલસાડ પોલીસને એલર્ટ જાણ કરી નાકાબંધી કરાવી હતી. વલસાડ, વાપી જીઆઈડીસી પોલીસ એલ.સી.બી.એ. હાઈવે ઉપર નાકાબંધી કરીને લૂંટારૂઓને ઈકો કારમાં ઘાતક હથિયારો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ગણતરીના કલાકોમાં પોલીસે મોટી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને સુરત પોલીસને સુપર કર્યા હતા.

Related posts

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

Leave a Comment