October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલર પ્‍લાન્‍ટ નિહાળી તેનાથી દીવને થતાં ફાયદાની મેળવેલી વિસ્‍તૃત માહિતીઃ ખૂખરી મેમોરિયલ ખાતે આયોજીત સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : કેન્‍દ્ર શાસિત પ્રદેશદીવ ખાતે ગઈકાલે સાંજે ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીનું આગમન થયું હતું, તેમનું દીવ એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને રાત્રિના ખૂખરી મેમોરિયલ ખાતે સાંસ્‍કળતિક કાર્યક્રમ તથા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આજરોજ તેઓએ ગુજરાતના સોમનાથ ખાતે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની મિટિંગમાં હાજરી આપી સાંજે પરત દીવ પહોંચ્‍યા હતા, ત્‍યારબાદ તેઓ દીવના હેરીટેજ વોક વે, ફુદમ સ્‍થિત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને સોલર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત કરી જ્‍યાં તેઓએ સોલર પાવર પ્‍લાન્‍ટથી દીવને થઈ રહેલા ફાયદાઓ વિશે, સોલારની કામગીરી વગેરે વિશે વિસ્‍તૃત માહિતી મેળવી હતી.
આ પ્રસંગે પ્રોજેક્‍ટર દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના 99મા એપિસોડને દેખાડવામાં આવ્‍યો હતો. ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના સોલાર પાવર પ્‍લાન્‍ટની મુલાકાત બાદ દીવ એજ્‍યુકેશન હબ તથા ખૂખરી વિસૂલની મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ દીવના કિલ્લા પર તમામ મહેમાનો માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રિતિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ પ્રશાસનના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ માંદોની અને સિંદોની ગામની મુલાકાત લઈ પીવાના પાણી સહિતની વિવિધ સમસ્‍યાથી રૂબરૂ થયા : મુલાકાત દરમિયાન ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને જિ.પં.ના સીઈઓ અપૂર્વ શર્મા પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં ‘કિશોરાવસ્‍થાની સમસ્‍યાઓ અને ઉકેલો’ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દ્વાદશ જ્‍યોતિર્લિંગ કથા શિવ ચરિત્ર અને રુદ્રાક્ષ શિવલિંગ દર્શનનું આયોજન

vartmanpravah

Leave a Comment