(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જૂન, જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ આપવામાં આવ્યો છે. દીવ ફિશરીઝ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે, જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ ફોટોને ક્રેન દ્વારા જેટી પર ચડાવવાની કાર્યવાહી હાથ ધરી છે, તારીખ 1 જૂન પહેલા તમામ ફિશીંગ બોટોને જેટી પર ચડાવી દેવાશે અને 61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામા આવશે.
