September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્ફ હેલ્પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોનીઉજવણી નાભાગરૂપે કોલેજના સૅમિનાર હોલમાં સુરત ચૅપ્ટરઓફિસ ઓફ WIRC of ICSI ના સહયોગ થીEMPOWERING EDUCATORSના થીમ હેઠળ એક દિવસીય વાપી અને આજુબાજુ નીશાળાના શિક્ષકો તેમજ કોલેજના પ્રાદ્યાપકૉ માટે વર્કશૉપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશૉપ માં ૮૦ શિક્ષકો તેમજ કોલેજએડમિશનકમિટી ની સાથે કોલેજના તમામ પ્રાધ્યાપકો મળીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશૉપ માંસુરત ચૅપ્ટર ઓફીસનાચેરમેન C S પ્રશાંત કથારીયા સાહેબ તેમજ કમિટી ના સભ્યો હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે સુરત ચૅપ્ટર ઓફીસના Treasurer C S નીલભ કૌશિકે લાઈફ સ્કીલ્સ પર ખુબ જ સરસ વક્તવ્ય આપ્યું હતું. તેમજ Vice-Chairperson C S ખુશ્બુ અગ્રવાલે કારકિર્દીની તકો માટે ખુબજ ઊંડાણથી સમજ આપતા CS(Company secretary) ક્ષેત્રમાં રહેલ ઉજવળ કારકિર્દી અને તકો માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક શિક્ષક મિત્રોને આહવાન આપ્યું હતું. આ વર્કશૉપ દરમિયાન સુરત ચૅપ્ટરઓફિસ અને સદર કોલેજ વચ્ચેCS ના કોચિંગ ક્લાસ માટેના MOU પણ થયા હતા. વર્કશૉપ નું આયોજન તેમજ સંચાલન સેલ્ફ હેલ્પ ફોરમ ના કૉ-ઓર્ડીનેટર ડૉ. દીપક સાંકી તેમજ સહાયકો ડૉ.યતીન વ્યાસ, ડૉ.ક્રિષ્ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈ ની સાથે કોલેજના સ્વયમ સેવક વિદ્યાર્થી મિત્રોના સહકારથી થયું હતું. આમ સમગ્ર વર્કશૉપ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પુનમ બી. ચૌહાણે સુરત ચૅપ્ટરઓફિસ,મુખ્ય વક્તાએ, સેલ્ફ હેલ્પ ફોરમ,વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ ગણનો આભાર માની C S ક્ષેત્રમાં વાપી અને આસપાસ ના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કરવા માટે આહવાનઆપ્યું હતું.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

vartmanpravah

ખરડપાડા પંચાયત દ્વારા ખખડધજ રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીના સારવણીથી બોગસ ડોક્‍ટરને ઝડપતી નવસારી એસઓજી પોલીસ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

Leave a Comment