December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

બે વિદ્યાર્થીનીએ 10 માંથી 10 એસપીઆઈ પ્રાપ્ત કરી સમગ્ર જીટીયુના ટોપટેનમાં મેળવેલુ પ્રથમ અને દ્વિતીય સ્‍થાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મે-2023માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 13/09/2023 બુધવારના રોજ જાહેર થયેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં ચારવિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપટેનમાં અને ચાર વિદ્યાર્થીઓ ઈન્‍સ્‍ટિટયૂટ કોલેજ વાઈઝ પરિણામમાં વધુ એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. તથા 63 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં એસ.પી.આઈ. વાઈઝ પરિણામ જોતા ભોજાણી સોફીયા 10.00 માંથી 10.00 એસ.પી.આઈ. સાથે સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યો છે અને તિવારી શિલ્‍પા સુભાષચંદ્ર એ પણ 10.00 માંથી 10.00 એસ.પી.આઈ. સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે જે કોલેજ માટે ખુબજ ગર્વની બાબત છે, આ ઉપરાંત અક્ષત જૈન 9.64 એસ.પી.આઈ. સાથે દશમો ક્રમ પ્રાપ્ત કર્યો તેમજ સી.જી.પી.એ વાઈઝ પરિણામ જોતા સાલેહાબાનો શેખ 9.59 સી.જી.પી.એ સાથે સાતમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તદુપરાંત ઈન્‍સ્‍ટિટયૂટ કોલેજ વાઈઝ પરિણામ જોતા ચાર વિદ્યાર્થીઓમાં નેહા ચીકલકર, કુના પ્રશાંતિ, ભૂમિ ચૌધરી અને રાણા અભય હરેશભાઈ પણ 10.00 એસ.પી.આઈ.માંથી 9.64 એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. આવા ઉત્‍કળષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓએ પોતાન માતા-પિતા અને કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આવી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના આધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણીસ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અને તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

‘‘વીર બાળ દિવસ”ના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા ત્રણેય જિલ્લામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

Leave a Comment