April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા સાથે સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: સંઘપ્રદેશદાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધાનું આયોજન કલા કેન્‍દ્ર, સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં શિવ પ્રકાશ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ઈશ્વરવંદના ગીત રજૂ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે ડૉ. અનિતા કુમાર, રાજભાષા વિભાગે તેમના સ્‍વાગત વક્‍તવ્‍યમાં તમામનું સ્‍વાગત કરતા રાજભાષા હિન્‍દીનું મહત્‍વ તથા હિન્‍દી પખવાડા અંર્ગત વિવિધ સ્‍પર્ધાઓના મૂળ ઉદ્દેશ્‍ય ઉપર પ્રકાશ ફેંક્‍યો હતો. ત્‍યારબાદ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા ભારતીય રિઝર્વ બટાલીયનના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડેન્‍ડ શ્રી આર.એ.સિંહ, પૂર્વ ઉપ નિર્દેશક (રાજભાષા) શ્રી એસ.બી.પટિયાલ, દમણ આકાશવાણી ભવનથી આમંત્રિત નિરીક્ષકગણ શ્રી રાહુલ પંડયા, શ્રી જયેશ દમણિયા, શ્રીમતી બિજલ નાયર અને સહાયક નિર્દેશક (રાજભાષા) ડૉ. અનિલ કૌશિકે સંયુક્‍ત રૂપે દીપ પ્રજ્જવલિત કરીને કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ત્‍યારબાદ અતિથિઓનું પુષ્‍પગુચ્‍છ આપીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તદ્‌ઉપરાંત રાજભાષા સહાયક નિર્દેશક ડૉ. અનિલ કૌશિકે તેમના વક્‍તવ્‍યમાં રાજભાષા હિન્‍દી પ્રત્‍યે પ્રેરિત કરતા તમામ સ્‍પર્ધકોને સ્‍પર્ધાઓ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે આકાશવાણે કેન્‍દ્ર, દમણના શ્રી રાહુલ પંડયાએ પોતાનાવક્‍તવ્‍યમાં ગીત અને સંગીત ઉપર પ્રકાશ ફેંકતા સ્‍પર્ધાઓના મહત્ત્વ પર વિચારો રજૂ કર્યા હતા. જ્‍યારે રાજભાષા ઉપ નિર્દેશક શ્રી એસ.બી.પટિયાલે આ કાર્યક્રમોમાં પોતે પ્રસન્નતા વ્‍યક્‍ત કરતા તમામને શુભકામનાઓ આપી હતી. ત્‍યારબાદ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા ભારતીય રિઝર્વ બટાલિયનના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડેન્‍ટ શ્રી આર.એ.સિંહે તેમના અધ્‍યક્ષીય વક્‍તવ્‍યમાં તમામ સ્‍પર્ધકોને હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધામાં ભાગ લેવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્‍યું હતું કે, ભારતીય રિઝર્વ બટાલિયનમાં તમામ જવાનોને હિન્‍દી માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. રાજભાષા વિભાગ દ્વારા આયોજીત હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી સ્‍પર્ધાઓ માટે સરાહના કરતા જણાવ્‍યું હતું કે, રાજભાષા વિભાગ હિન્‍દીના પ્રચાર અને પ્રસારને પ્રોત્‍સાહન આપવા સરાહનીય કાર્ય કરી રહ્યો છે.
આ અવસરે હિન્‍દી દેશ ભક્‍તિગીત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના અંતર્ગત ઉચ્‍ચત્તર માધ્‍યમિક વર્ગ, સ્‍નાતક વર્ગ અને કર્મચારી વર્ગ તથા અધિકારી વર્ગના સ્‍પર્ધકોએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. શ્રી રાહુલ પંડયાએ સ્‍પર્ધાનું મૂલ્‍યાંકન કર્યા બાદ પરિણામની જાહેરાત કરી હતી. તમામ નિરિક્ષકોએ રાજભાષા વિભાગ તરફથી સ્‍મૃતિ ભેટ આપવામાં આવી.
કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડૉ. અનિતા કુમારે આટોપીહતી. આ સ્‍પર્ધામાં 250 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.

Related posts

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment