October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

13 સપ્‍ટેમ્‍બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી
નેતાઓએ હોસ્‍પિટલ ખાનગીકરણનો સખત વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વ્‍યારાની સરકારી હોસ્‍પિટલનું ખાનગીકરણ કરવા માટેનો સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયનો આજે વિશ્વ આદિવાસી અધિકાર દિને ધરમપુર, ચીખલી, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી સખ્‍ત વિરોધ કર્યા બાદ રેલી સભામાં ફેરવાઈ હતી.
ગત તા.07 સપ્‍ટેમ્‍બરના રોજથી સોનગઢથી પુસુભ ગામીત સરકારી દવાખાનાના ખાનગીકરણના વિરોધમાં પદયાત્રાએ સાત દિવસ પહેલા નિકળ્‍યા હતા. આજે વ્‍યારા જિલ્લા સેવા સદન પહોંચ્‍યા હતા ત્‍યારે તેમના સમર્થનમાં આદિવાસી ધારાસભ્‍ય અનંત પટેલ, આદિવાસી કાર્યકર કલ્‍પેશ પટેલ, મહારુઢી ગ્રામસભાના અધ્‍યક્ષ રમેશભાઈ, સરપંચશ્રીઓ નડગધરી ગામ, વાંકલ, રોહિણા, ઘેજ, ચણવઈ, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસી ભાઈ-બહેનો રેલીમાંજોડાયા હતા. જય આદિવાસીના નારા સાથે હોસ્‍પિટલ ખાનગીકરણનો મામલો આદિવાસી સમાજમાં બારે બીચકાયો છે. જેના પડઘા આજે નિકળેલી રેલી થકી જોવા મળ્‍યા હતા. આદિવાસી વિસ્‍તારમાં કોઈને કોઈ બાબતે સતત આંદોલન થતા જ રહે છે.

Related posts

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નીતિ આયોગના ઉપાધ્‍યક્ષ સુમન કે. બેરી સાથે પ્રદેશના વિકાસ માટે કરેલું મનન-મંથન

vartmanpravah

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

Leave a Comment