September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

માં-બાપ બંનેએ આપઘાત કરી લેતા સંતાન બન્‍યુ નોધાણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: પારડી તાલુકાના ઉમરસાડી ગામે માછીવાડ ખાતે રહેતી એક સંતાનની માતા એવી કાજલ ગણેશભાઈ ટંડેલ ઉ.વ. 38 એ ત્રણ માસ અગાઉ તા.7 જૂનના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે બાદ તેમનો પતિ ગણેશભાઈછનાભાઈ ટંડેલ ઉ.વ.42 પત્‍નીના મોત બાદ માનસિક તણાવમાં રહેતો હતો. અને તેણે ગત તા.13 સપ્‍ટેમ્‍બર બુધવારના રોજ પોતાના ઘરેથી ઉમરસાડી માછીવાડ માંગેલવાડ ખાતે કોથરખાડી કિનારે પહોંચી એક શરૂના ઝાડ સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગામમાં રહેતા કોઈ વ્‍યક્‍તિ ત્‍યાંથી પસાર થવા જતા તેણે ફાંસો ખાધેલો ગણેશને જોઈ ફળિયામાં જાણ કરી હતી અને આ બાબતની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લઈ તેને નીચે ઉતારી પી.એમ. માટે પારડી રેફરલ હોસ્‍પિટલ લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગણેશ અને કાજલના લગ્ન જીવન દરમિયાન તેમનો હાલ 5 વર્ષનો દીકરો છે. ત્રણ માસના ટુંકા ગાળામાં પતિ પત્‍નીએ આપઘાત કરી લેતા 5 વર્ષના માસૂમ દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. જોકે બીજી તરફ ત્રણ માસમાં બંને પતિ પત્‍નીએ કઈ મજબૂરી વશ આપઘાત કર્યો તે પોલીસ માટે તપાસનો વિષય બનવા પામ્‍યો છે.

Related posts

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.ઈ. સ્‍કૂલ સલવાવમાં ઈન્‍ટરનેશનલ યોગા-ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પાંચમા દિવસે ૩૫૮૧ વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ પુલ નજીક સુરતના સોનવણે પરિવારને અકસ્‍માત નડયો

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ)માં ધો.10મા શર્વરી કૌસ્‍તુભ આરેકર પ્રથમ

vartmanpravah

Leave a Comment