January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંચાલિત ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા (ગુજરાતી માધ્‍યમ) દ્વારા હિન્‍દી દિવસની ખુબ જ ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી હિન્‍દી દિવસ અંતર્ગત સાંસ્‍કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન હિન્‍દી ભાષામાં કરી વિવિધ કૃતિઓ રજૂ કરી તમામને હિન્‍દી બંધારણીય રીતે ભારતની સત્તાવાર ભાષા છે અને ભારતની સૌથી વધુ બોલાતીઅને સમજાતી રાજભાષા છે જેના વિશે તમામ વિધાર્થીઓને માહિતગાર કરાયા હતા સાથે જ સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી દ્વારા વિદ્યાર્થીઓને બોધવચનો પાઠવવામાં આવ્‍યા હતા. કાર્યક્રમને લઈને શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધિસ્‍થાપક પરમ પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, સંસ્‍થાના તમામ આચાર્યશ્રી અને સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ચેકીંગમાં ગયેલ વીજ કર્મચારીઓ પર ચાકુથી હુમલો કરનારા ત્રણને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્‍થળોએ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દમણ-દીવના ઉદ્યોગોના નવજીવન માટે 50 ટકા જી.એસ.ટી. માફ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

ઉદવાડા દરિયા કિનારેથી બીનવારસી ડ્રગ્‍સ (ચરસ)નો જથ્‍થો મળી આવ્‍યોઃ પારડી સહિત જિલ્લાની પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

Leave a Comment