Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ટ્રાફિક પોલીસનું સરકારી કચેરીઓ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ: સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ફરતા અધિકારીઓ દંડાતા ભારે આક્રોશ

સરકારી કર્મચારીઓની સાથે સાથે વકીલો તથા કામ અર્થે આવેલા અરજદારો પણ ભેરવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી તમામ કર્મચારીઓની સુરક્ષાને ધ્‍યાનમાં લઈ તેઓ પણ વાહન હંકારવાના નિયમનો પાલન કરે ના હેતુસર દરેક સરકારી કચેરીઓ ખાતે એક સરપ્રાઈઝ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું.
સરકારી નિયમોને ધોઈને પી જનારા સરકારી કર્મચારીઓ બિન્‍દાસ પોતાની ગાડીઓ પર પોતાના સરકારી હોદ્દાઓનું સ્‍ટીકર લગાવી રૂબાબ હાંકતા હોય છે. પોલીસ પણ દરેક સરકારી કર્મચારીને માસીયારા ભાઈહોવાનું સમજી તેઓ સાથે કોઈ કાર્યવાહી કરતા નથી.
પરંતુ આજ રોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પારડી પોલીસે દરેક સરકારી કચેરીઓ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરી જે પણ સરકારી કર્મચારી વિના હેલ્‍મેટ કે સીલ્‍ટ બેલ્‍ટ વિના વાહનો હંકારી કચેરી ખાતે આવે તેઓની સામે દંડાત્‍મક પગલાં ભરી 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો હતો.
હંમેશા પોતાની ગાડીઓમાં સરકારી હોદ્દાઓના સ્‍ટીકર લગાવી ગુમાનમાં ફરતા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ આજરોજ ટ્રાફિક પોલીસના હસ્‍તે દંડાતા તેઓમાં ભરે આક્રોશ જોવા મળ્‍યો હતો અને પોલીસ કર્મચારીઓ સાથે જીભાજોડી કરતા પણ જોવા મળ્‍યા હતા.
પારડી ખાતે પારડી મામલતદાર કચેરી, પારડી નગરપાલિકા તથા પારડી પોલીસ સ્‍ટેશન એમ ત્રણ જગ્‍યાએ એક સાથે કર્મચારીઓના આવવાના સમયે સાથે હાથ ધરાયેલા ચેકિંગ અભિયાનમાં કેટલાય સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ભંગ કરવા બદલ દંડાયા હતા. સાથે સાથે વકીલો અને અન્‍ય કામકાજો લઈ મામલતદાર કચેરી ખાતે આવતા અરજદારો પણ ભેરવાતા તેઓ પણ દંડનો ભોગ બન્‍યા હતા.
પારડી મામલતદાર કચેરી ખાતે પરેશભાઈ, પારડી નગરપાલિકા ખાતે કનચનભાઈ અને પારડી પોલીસ સ્‍ટેશન ખાતે મહેશભાઈ એમ ત્રણેય જગ્‍યાએ એક સાથેકરવામાં આવેલા આ સરપ્રાઈઝ ટ્રાફિક ચેકિંગ અંતર્ગત 18000 જેટલો દંડ વસૂલવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન હળપતિના પુત્રનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

Leave a Comment