Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી વિશ્વના લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દૂરદર્શિતા સ્‍વરૂપે નીતિ આયોગ દ્વારા એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ અલગ અલગ સ્‍તરે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે જિલ્લા કલેક્‍ટરશ્રીની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીશ્રી દ્વારા વિવિધ પંચાયતોમાં એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ અંતર્ગત બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ અલગ અલગ સ્‍તરે ચિંતન શિબિર કરવામાં આવી હતી અને અલગ અલગ વિભાગો સાથે પણ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ અવસરે વિવિધ ક્ષેત્રોમાં જિલ્લાના વિકાસનો સ્‍તર, યુનિયર ટેરીટરી વિકાસનો સ્‍તર અને રાષ્ટ્રના વિકાસના સ્‍તર વિશે માહિતી આપવામાં આવી હતી અને તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા જિલ્લાનાવિકાસ માટે પ્રસ્‍તાવો આવકારવામાં આવ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, દર્શાવેલ ચિંતન શિબિરોમાં મંથન સ્‍વરૂપે અપાયેલા અભિપ્રાય અને પ્રસ્‍તાવો એકત્રિત કરી દાનહ જિલ્લા માટે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ અંતર્ગત બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્‍યો છે, જે જાહેર જનતાની હિતને ધ્‍યાનમાં રાખી જાહેર જનતાને અભિપ્રાય અને પ્રસ્‍તાવ આપવા વિનંતી છે. આ બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીનો મુસદ્દો જિલ્લા પંચાયતની વેબસાઈટ અને નજીકની ગ્રામ પંચાયત પર પણ ઉપલબ્‍ધ છે, જેના દ્વારા પોતાના અભિપ્રાય અને પ્રસ્‍તાવ ગ્રામ પંચાયત મારફતે રજૂ કરી શકાય છે.

Related posts

દમણ દરિયા કિનારે સેંકડો છઠવ્રતિઓએ અસ્‍ત થતાં સૂર્યને અર્ધ્‍ય અર્પણ કર્યુ

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય કેન્‍સર જાગૃતિ દિવસ નિમિત્તે દાનહમાં રક્‍તદાન શિબિર શિબિર યોજાઈ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment