August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેર

રેસિડેન્‍ટ વિસ્‍તારમાંઆગ લાગતા દોડાદોડી સાથે ભયનો માહોલ : 12 ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે : જાહેર સલામતિ માટે લાલબત્તી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ડુંગરી ફળીયામાં આજે રવિવારે પાંચમી વાર આગ લાગી હતી. રહેઠાણ વિસ્‍તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉનમાં બપોરે ભિષણ આગ લાગતા અફરા તફરી સાથે દોડાદોડી મચી જવા પામી છે.
વાપી ડુંગરી ફળીયા વિસ્‍તાર એટલે ભંગારના ગોડાઉનોની રાજધાની, જેના હાલ બેહાલ થઈ ચૂક્‍યા છે. અડધા ઉપરાંત ગોડાઉનો રહેઠાણ એરીયા વચ્‍ચે ધમધમી રહ્યા છે. આ ગોડાઉનોમાં છેલ્લા એક સપ્તાહથી લગાતાર આગો લાગી રહી છે. આજે બપોરે પાંચમીવાર આગ લાગી હતી. બીજુ આગ લાગે ત્‍યારે આસપાસના ગોડાઉનો પણ ઝપેટમાં આવી જતા હોવાથી આગની ભયાનકતા વધી જાય છે. આજે લાગેલી આગ એટલી વિકરાળ અને ભયાનક હતી કે ધુવાડાના ગોટેગોટા સમગ્ર વિસ્‍તારમાં છવાઈ ગયા હતા. રહેઠાણ અને ગીચ વિસ્‍તારમાં ભંગારના ગોડાઉનો બેરોકટોક ધમધમી રહ્યા હોવાથી આજની આગ સંકડાશ ભરેલા વિસ્‍તાર વચ્‍ચે આવેલ ગોડાઉનમાં લાગી છે. આગને લઈ સ્‍થાનિક રહિશો એટલા ભયભીત બની ગયા હતા કે ઘરવખરી, રાચરચીલું બચાવવા દોટેદોટ મુકી રહ્યા હતા. એક તરફ આગની જ્‍વાળાઓ બીજુ ધબકતું જનજીવન આજે ખોફમાં સપડાયેલુ જોવા મળ્‍યુંહતું. આગની ભિષણતા અને મોટા પ્રમાણના વિસ્‍તારમાં આગ ફેલાતા 12 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્‍થળે આવી ગયા હતા. પ્રશાસને મેજર કોલ જાહેર કર્યો છે. વાપી, પારડી, ઉમરગામ, વલસાડના ફાયર ફાયટરો ઘટના સ્‍થળે આગ બુઝાવવાની જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ સંકડાશ અને અવર જવરની વિકટ સમસ્‍યા ઉભી થઈ રહી છે. પોલીસ અને પ્રશાસન છેલ્લા આઠ-દશ દિવસથી ડુંગરી ફળીયાની આગનો તમાશો માત્ર જોઈ રહી છે. હવે તો સ્‍થિતિ એટલી વિકટ બની ચૂકી છે કે, જાહેર સલામતિનો યક્ષપ્રશ્‍ન દાંતીયા કાઢી રહ્યો છે. પ્રશાસન કુંભકર્મની નિંદ્રામાંથી કેવું જાગે છે અને જાહેર હિત માટે કેવા પગલાં ભરે છે તે માત્ર જોવુ જ રહ્યું. કારણ કે જાહેર હિત અને સલામતિ માટે આગના બનાવો લાલબત્તી સમાન બની રહ્યા છે.

Related posts

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment